મહારાષ્ટ્રના ઉસ્માનાબાદના મહાલંગી ગામના ખેડૂત મહાદેવ ગોપાલ ઢવલેના નામની ચર્ચા માત્ર તેમના ગામમાં નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ રહી છે. મહાદેવ ગોપાલ ઢવલે ફક્ત ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. એ પણ કોથમીરની ખેતી કરીને. મહાદેવ આ વર્ષે કોથમીર વેચીને 5.5 લાખ રૂપિયા કમાણી  કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે ઉસ્માનાબાદમાં વરસાદ ઓછો પડ્યો છે. આવામાં ખેડૂતોની સામે ખેતીનું મોટું સંકટ ઊભું  થઈ ગયું. મહાદેવ પણ એ વિચારીને પરેશાન હતાં કે આ વખતે ખેતર ખાલી રહેશે અને ખિસ્સુ પણ ઠન ઠન ગોપાલ. પરંતુ તેમણે હાર ન માની અને સમજી વિચારીને કઈંક એવું કરવાનું નક્કી કર્યું કે જેનાથી ખેતર પણ  ખાલી ન રહે અને પાણી પણ ઓછું વપરાય. આ સાથે  કમાણી પણ સારી એવી થાય. 


મહાદેવના મગજમાં 3 એકર જમીનમાં કોથમીરની ખેતી કરવાનો વિચાર આવ્યો. તેમને ખબર હતી કે કોથમીરની ખેતી ખુબ ઓછા દિવસની હોય છે અને તેને વધુ પાણીની પણ જરૂર હોતી નથી. 


જુઓ LIVE TV



મહાદેવે પોતાના ખેતરમાં કોથમીરની ખેતી કરી અને ખેતરમાં જ લાગેલા બોરવેલથી તેની સિંચાઈ કરી. મહાદેવે કોથમીરની ખેતી પર માત્ર 40-50 હજાર રૂપિયા ખર્ચ કર્યાં અને જ્યારે પાક  તૈયાર થઓ તો તેઓ કોથમીરને લઈને બજારમાં ગયાં. ખાસ વાત એ હતી કે તેમનો આ બધો પાક 5.5 લાખ રૂપિયામાં વેચાયો. આમ 50000 રૂપિયા ખર્ચ કાઢીએ તો તેમને એક જ વારના પાકમાંથી 5 લાખ રૂપિયાનો ફાયદો થયો. મહાદેવના આ કમાલની ચર્ચા આખા વિસ્તારમાં થવા લાગી. 


ઉસ્માનાબાદ મહારાષ્ટ્રનો એ વિસ્તાર છે જ્યાં પાણીની અછત છે. અહીંના ખેડૂતો મોટા ભાગે મગ, સોયાબીન, અડદ, કપાસ જેવી ખેતી કરે છે જે ઓછા સમયમાં તૈયાર થાય છે. આ વિસ્તારમાં અનેકવાર એવું થયું છે કે જ્યારે પાક સારો ન ઉતરવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. હાલ મહાદેવની કોથમીરની  ખેતી વિસ્તારના ખેડૂતો માટે એક દ્રષ્ટાંત બની ગઈ છે. 
(અહેવાલ- મુસ્તાન મિર્ઝી/ઉસ્માનાબાદ, અમિત ત્રિપાઠી/મુંબઈ  ઝી બિઝનેસ)