મુંબઈ: મુંબઈ (Mumbai) ના ભાંડુપ (Bhandup) વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં મોડી રાતે આગ (Fire) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. જે હોસ્પિટલમાં આગ લાગી છે તે એક મોલના ત્રીજા માળે આવેલી છે. ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં 70થી વધુ દર્દીઓ હતા. જેમાંથી મોટાભાગના કોરોનાના દર્દીઓ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગ રાતે 12 વાગ્યાની આજુબાજુ લાગી હતી. આગ કેવી રીતે લાગી તેના કારણોની તપાસ થઈ રહી છે. ઘટના અંગે જાણકારી આપતા ડીસીપી પ્રશાંત કદમે જણાવ્યું કે લગભગ 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવાયા છે અને 2 લોકોના મૃત્યુ થયા છે. જો કે તેમણે તે સમયે કહ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube