maharashtra: મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડે CM ઠાકરેને આપ્યુ રાજીનામું
પુણેની 22 વર્ષીય ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણે ત્રીજા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. પૂજાના મોત બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો શરૂ થયો હતો. કારણ કે પૂજાનું નામ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડ સાથે જોડવામાં આવ્યું.
મુંબઈઃ મહારાષ્ટ્રના વન મંત્રી સંજય રાઠોડ (Sanjay Rathore) એ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો અનુસાર ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા શિવસેના (Shiv sena) નેતા સંજય રાઠોડે રવિવારે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામુ સોપી દીધુ છે. સંજય રાઠોડે સીએમને પોતાના રાજીનામાનો સ્વીકાર કરવાની વિનંતી કરી છે.
મહત્વનું છે કે ટિકટોક સ્ટાર પૂજા ચવ્હાણના આત્મહત્યાના મામલાને લઈને વિવાદોમાં ઘેરાયેલા રાઠોડ પર આજે શિવસેનાના નેતા સંજય રાઉત (Sanjay Raut) એ ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે રાજધર્મની યાદ અપાવતા છત્રપતિ શિવાજી મહારાજની તસવીર શેર કરી હતી. આ તસવીર પર લખેલુ છે કે શિવાજી મહારાજના હાથમાં જે શાહી છડી છે તે કઈ વાતની યાદ અપાવે છે. આ મહારાષ્ટ્ર ધર્મની તરફ ઇશારો કરે છે, જેનો અર્થ છે રાજધર્મ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube