મુંબઇ : મહારાષ્ટ્રમાં (Maharashtra) સરકાર (Government) બનાવવા માટે કલાકો સુધી ચાલેલી લાંબી બેઠક બાદ શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ (common minimum programme) ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે. ચાર પાનાનો આ ડ્રાફ્ટ અંતિમ મંજૂરી માટે ત્રણેય પાર્ટી પ્રમુખોને મોકલવામાં આવ્યો છે. જરૂરત પડશે તો ત્રણેય પાર્ટીના નેતાઓ આ મામલે વિચાર વિમર્શ કરીને જરૂરી સુધારા પણ કરી શકશે. આ મામલે રવિવારે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે દિલ્હીમાં એક મુલાકાત પણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાફ્ટમાં જે મુદ્દાઓ પર ત્રણેય પાર્ટીઓ એક સહમત થઇ છે એમાં મુખ્ય ખેડૂતો અને રોજગાર પર ભાર મુકાયો છે. ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે વળતર આપવા, ખેડૂતોને દેવા માફી આપવા અને વીજળી બિલમાં રાહત આપવા મામલે સહમતિ થઇ છે. આ ઉપરાંત ખેડૂતો પાક વીમા યોજનાની પણ સમીક્ષા કરાશે. રોજગાર ઉભા કરાશે, ટેકાના ભાવમાં વધારો કરાશે. મરાઠીઓે નોકરીમાં પ્રાધાન્ય અપાશે. શિક્ષણ અને આરોગ્ય પર ભાર મુકાશે. છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું નિર્માણ કરાશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube