નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની (Shivsena) સાથે ગઠબંધન સરકાર બનાવવાને લઈને કોંગ્રેસ અને એનસીપીમાં (congress and ncp) સંમતિ બનતી દેખાઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે દિલ્હીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત પાર્ટીના તમામ નેતાઓની સાથે બેઠક બાદ સકારાત્મક સંકેત આપ્યા છે. હાં, નાથી આગળ વધતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, સરકારની રચનાને લઈને જે કવાયત ચાલી રહી છે, તેમાં આજે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ચર્ચાનો આગામી રાઉન્ડ સમાપ્ત થયો છે. તમામ મુદ્દા પર અમારા વચ્ચે સામાન્ય સંમતિ બની ચુકી છે. તેમણે કહ્યું, હવે જે ચર્ચા છે, તે અમે મુંબઈમાં કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના નેતાના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે બંન્ને પાર્ટીઓ શિવસેનાની સાથે આગળ વધવા તૈયાર છે અને હવે માત્ર સરકારના સ્વરૂપ, મંત્રાલયોને વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. ચવ્હાણે કહ્યું કે, હકીકતમાં ચૂંટણી પૂર્વ જે અમારા ગઠબંધનના પાર્ટનર હતા, તેની સાથે અમે મુંબઈમાં બેઠક કરીશું. આ સાથે તેમની સલાહ લેશું અને ત્યારબાદ એનસીપી અને શિવસેનાની સાથે ફાઇનલ બેઠક કરી સરકારના સ્વરૂપની જાહેરાત કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube