મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો મહાયુતિમાં અંદર ખાને શું ચાલી રહ્યું છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ મહારાષ્ટ્રમાં હજુ સરકાર રચનાની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી નથી. દિલ્હીથી પરત ફર્યા બાદ મહાયુતિની બેઠક યોજાવાની હતી. પરંતુ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પૈતૃક ગામ રવાના થઈ જતા અટકળોનું બજાર ગરમ છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી નક્કી હતું કે મહાયુતિમાંથી કોઈ એક નેતા રાજ્યના મુખ્યમંત્રી બનશે.... પરંતુ હકીકતમાં તે નેતા કોણ હશે તેને લઈને હજુ સુધી સસ્પેન્સ યથાવત છે... મહાયુતિના ત્રણેય નેતાઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાથે લગભગ 3 કલાક સુધી બેઠક યોજાઈ... જોકે હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરા અંગે ખુલાસો થયો નથી... ત્યારે 6 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં કેમ સરકાર બની શકી નથી?... જોઈશું આ અહેવાલમાં...
તારીખ
23 નવેમ્બર 2024
મહારાષ્ટ્રમાં મહાયુતિને જનતાનો પ્રચંડ જનાદેશ મળ્યો...
તારીખ
26 નવેમ્બર 2024
એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું....
તારીખ
27 નવેમ્બર 2024
એકનાથ શિંદેએ હથિયાર હેઠા મૂકતાં PM મોદી જે નિર્ણય કરે તે મંજૂર હોવાનું મોટું નિવેદન આપ્યું...
તારીખ
28 નવેમ્બર 2024
મહાયુતિના ત્રણેય નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે 3 કલાક સુધી બેઠક કરી...
આ પણ વાંચોઃ 90 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, આ જગ્યાઓ મચાવશે તાંડવ, ભારે નુકસાનની સંભાવના!
મહારાષ્ટ્રમાં આ શું થઈ રહ્યું છે?... પરિણામ મહાયુતિની તરફેણમાં આવ્યું હોવા છતાં હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરા અંગે સહમતિ બની શકી નહીં... વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ ગયો હોવા છતાં હજુ સુધી સરકારની રચના થઈ નથી... ત્યારે સરકાર બનાવવામાં કેમ મોડું થઈ રહ્યું છે?... તે સૌથી મોટો સવાલ છે...
મહારાષ્ટ્રમાં 6 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ યથાવત છે... અને તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે... કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કહી દીધું છે કે ભાજપ કોઈપણને મુખ્યમંત્રી બનાવે તેને શિવસેનાનું સમર્થન છે...
એકનાથ શિંદેએ સરેન્ડર કરતાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે નિર્ણય કરશે તે મંજૂર હોવાનું જણાવ્યું... જેના પછી ગુરુવારે મહાયુતિના ત્રણેય નેતાઓએ નવી દિલ્લીમાં ધામા નાંખ્યા... ત્રણેય નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે 3 કલાક સુધી મેરેથોન બેઠક કરી... પરંતુ તેમ છતાં કોઈ નિર્ણય આવી શક્યો નથી...
એકનાથ શિંદેએ CMની ખુરશીનો તો ત્યાગ કર્યો છે... પરંતુ તેમણે બેઠક દરમિયાન કેટલીક મોટી માગણી કરી હોવાનું સામે આવ્યું છે...
નંબર-1
શિવસેનાને કેબિનેટ અને રાજ્યમંત્રી સહિત 12 મંત્રીપદ મળે...
નંબર-2
વિધાન પરિષદના અધ્યક્ષનું પદ શિવસેનાને મળે...
નંબર-3
વિભાગમાં ગાર્ડિયન મિનિસ્ટરને યોગ્ય સન્માન મળવું જોઈએ...
નંબર-4
ગૃહ અને શહેરી વિકાસ વિભાગની કમાન શિવસેનાને મળે...
પ્રચંડ બહુમત મળવા છતાં હજુ સુધી મહાયુતિએ સરકાર ન બનાવતાં વિપક્ષને નિશાન સાધવાની તક મળી ગઈ...
મહાયુતિની મુંબઈમાં થનારી બેઠક પણ રદ થઈ ગઈ છે... જે આવતીકાલે યોજાશે... ત્યારે એ જોવાનું રહેશે કે મુખ્યમંત્રીનો કળશ કોના પર ઢોળવામાં આવશે.