મુંબઈઃ દેશમાં કોરોના મહામારી હજુ સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેસમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે તમામ રાજ્યમાં મોટા ભાગના પ્રતિબંધો સમાપ્ત થઈ ગયા છે. હવે મહારાષ્ટ્રમાં પણ માસ્કને છોડીને બાકી તમામ પ્રકારના પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. તો દિલ્હીમાં પણ કોરોનાને લઈને ડીડીએમએની બેઠક બોલાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારો પહેલાં હટાવ્યા પ્રતિબંધ
મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેન્દ્ર આવ્હાડે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી કે રાજ્યમાં તમામ પ્રકારના કોરોના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. મંત્રીએ ટ્વિટર પર કેબિનેટની બેઠકનો ઉલ્લેખ કરતા લખ્યુ- આજે કેબિનેટે સર્વસંમત્તિથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. ગુડી પડવાનું ઝુલૂસ જોરશોરથી, રમજાનને ઉત્સાહ સાથે મનાવો. મંત્રી સિવાય ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફતી તેને લઈને ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું કે ગુડી પડવાને લઈને તમામ કોરોના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. 


આ પણ વાંચોઃ પૂર્વોત્તર માટે મોદી સરકારનો મોટો નિર્ણય, અસમ, નાગાલેન્ડ અને મણિપુરમાં અફસ્પાના એરિયામાં કર્યો ઘટાડો


દિલ્હીમાં હટી શકે છે પ્રતિબંધ
મહારાષ્ટ્ર સિવાય દિલ્હીમાં ડીડીએમએની બેઠક ચાલી રહી છે. જેમાં આ પ્રકારના નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હીમાં તમામ કોરોના પ્રતિબંધને હટાવવામાં આવી શકે છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં આ બેઠક થઈ રહી છે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વીડિયો કોન્ફરન્સ દ્વારા સામેલ થયા. જાણવા મળ્યું કે આ બેઠક દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણના રિવ્યૂ માટે બોલાવવામાં આવી છે. 


મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1783 કોરોના કેસ સામે આવ્યા છે, તો 219 લોકો સાજા થયા છે અને એકનું મોત થયુ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 902 છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો ત્યાં 30 માર્ચે 123 નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન એકનું મૃત્યુ થયું હતું. દિલ્હીમાં 459 એક્ટિવ કેસ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube