મુંબઈઃ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીવા વિવાદને લઈને આશરે 12 દિવસ બાદ જેલમાંથી બહાર આવેલા અપક્ષ સાંસદ નવનીત રાણાની મુશ્કેલી ફરી વધી શકે છે. મહારાષ્ટ્ર સરકાર સાંસદ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના હવાલાથી માહિતી મળી કે નવનીત રાણા વિરુદ્ધ કોર્ટની અવમાનનાને લઈને અરજી દાખલ કરવામાં આવશે. રાણાએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે શરતો સાથે આપ્યા હતા જામીન
હનુમાન ચાલીસા વિવાદમાં 12 દિવસ સુધી જેલમાં રહેનારા અમરાવતીથી સાંસદ નવનીત રાણાને કોર્ટે શરતો સાથે જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે શરતો ભંગ કરવા પર જામીન રદ્દ થઈ શકે છે. જામીનની એક શરત હતી કે નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા આ વિવાદ કે કેસને લઈને મીડિયામાં નિવેદન આપી શકશે નહીં. પરંતુ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ નવનીત રાણાએ મીડિયા સાથે વાત કરી અને ધરપકડને લઈને નિવેદન આપ્યું હતું. 


આ પણ વાંચોઃ Presidential Candidate: BJP જલદી કરશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત, જાણો કોની દાવેદારી છે મજબૂત


શું બોલ્યા નવનીત રાણા
જેલમાંથી છુટ્યા બાદ નવનીત રાણાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે એટલે કે 8 મેએ નવનીત રાણાને રજા મળી ગઈ છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ રાણાએ ઉદ્ધવ સરકાર પર હુમલો કર્યો હતો. સાંસદે કહ્યું કે, તેમની લડાઈ જારી રહેશે. સાંસદ નવનીત રાણાએ કહ્યું કે, જો હનુમાન ચાલીસાના પાઠ કરવા ગુનો છે તો તે 14 દિવસ નહીં 14 વર્ષ સુધી સજા ભોગવવા તૈયાર છે. તો નવનીત રાણાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમની વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર પણ ફેંક્યો છે. 


કેમ થઈ હતી ધરપકડ?
સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ શિવસેનાના કાર્યકર્તાઓ ઘરની બહાર ભેગા થઈ ગયા અને પ્રદર્શન કર્યુ હતું. ત્યારબાદ સાંસદ બહાર નિકળ્યા હતા. દિવસ ભર થયેલા ડ્રામા બાદ સાંસદે પરત જવાનો નિર્ણય લીધો. ત્યારબાદ પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી અને તેમની તથા તેમના પતિની ધરપકડ કરી હતી. બંને પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કોર્ટે બંનેને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube