રાજ્યપાલે કહ્યું, ગુજરાતી-રાજસ્થાની થકી મુંબઇ આર્થિક રાજધાની છે, શરૂ થઇ ગયો વિવાદ
હવે રાજ્યપાલના આ નિવેદનને લઇને શિવસેનાએ હુમલો શરૂ કરી દીધો છે. સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટર પર લખ્યું છે, મહારાષ્ટ્રમાં ભાજપ પુરસ્કૃત મુખ્યમંત્રી બિરાજમાન થતાં જ સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન શરૂ થઇ ગયું છે.
Maharashtra Governor Bhagat Singh Koshyari: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પોતાના નવા નિવેદનને લઇને ઘેરાતા જોવા મળી રહ્યા છે. શિવસેનાએ રાજ્યપાલના નિવેદનને મહારાષ્ટ્રનું અપમાન ગણાવ્યું છે. શુક્રવારે રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મુંબઇ અને થાણેથી જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દેવામાં આવે તો મહારાષ્ત્રમાં પૈસા નહી બચે અને મુંબઇ પણ આર્થિક રાજધાની નહી કહેવાય.
મુંબઇના અંધેરી પશ્વિમ ક્ષેત્રમાં એક સ્થાનિક ચોકનું નામ દિવંગત શ્રીમતી શાંતિદેવી ચમ્પાલાલજી કોઠારીના નામ પર રાખવામાં આવ્યું છે. શુક્રવારે આ કાર્યક્રમ પ્રદેશના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન હાજર જનતાને સંબોધિત કરતાં રાજ્યપાલે કહ્યું કે 'ક્યારેક ક્યારેક હું અહીં લોકોને કહ્યું છું કે મહારાષ્ટ્રમાં ખાસકરીને મુંબઇ-થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નિકાળી દો, તો તમારા ત્યાં પૈસા બચશે નહી. આ મુંબઇ આર્થિક રાજધાની કહેવાશે નહી.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube