Maharashtra CM News: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના 12 દિવસ પછી મુખ્યમંત્રીને લઈને સસ્પેંસ ખતમ થઈ ગયું છે અને મુંબઈમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં દેવેનેદ્ર ફડણવીસના નામ પર મોહર લગાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે પાંચ ડિસેમ્બરે સાંજે 5 વાગે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદની શપથ લેશે. મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને ચંદ્રકાત પાટિલ અને સુધીર મુનગંટીવારનો પ્રસ્તાવ રાખ્યો, જ્યારે પંકજા મુંડે એ તેમના નામને મંજૂરી આપી હતી. તે દરમિયાન એક મોકો એવો આવ્યો, જ્યા બેઠકમાં હાજર તમામ લોકો જોરજોરથી હસવા લાગ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનું નામ લેવાનું નથી... અને પછી હસી પડ્યા તમામ લોકો
ધારાસભ્ય દળની બેઠક માટે બીજેપીના કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રિય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે આ બેઠકમાં હાજર હતા. તે દરમિયાન વિજય રૂપાણીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સંબોધિત કરતા અનુરોધ કર્યો હતો કે તે મુખ્યમંત્રી પદ માટે પોત પોતાના પસંદગીના નામનો પ્રસ્તાવ રાખો. તે દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે તેના માટે પોતાનું નામ લેવાનું નથી. આટલું કહીને તે હસી પડ્યા અને પછી બેઠકમાં હાજર તમામ લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા.



મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની બંપર જીત
મહારાષ્ટ્રમાં વિધાનસભાની તમામ 288 સીટો પર 20 નવેમ્બરે વોટિંગ થયું હતું અને 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થયું હતું, જેમાં મહાયુતિ ગઠબંધને બંપર જીત મેળવી હતી. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી 288 વિધાનસભા સીટોમાંથી 132 સીટ જીતી હતી, જે રાજ્યમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના સિવાય બીજેપીના સહયોગીઓ એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ 57 અને અજિત પવારની રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 41 સીટો પર જીત મેળવી હતી. ભાજપના નેતૃત્વવાળી મહાયુતિની પાસે 230 સીટોનું ભારે બહુમત હાંસલ હતું. જ્યારે મહાવિકાસ ગઠબંધનમાં સામેલ શિવસેના (યૂબીટી)એ 20, કોંગ્રેસે 16 અને એનસીપી (શરદ પવાર) એ 10 સીટો પર જીત હાંસલ કરી હતી.