મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં નવી સરકારના ગઠનથી શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) ચોંકી ગઈ છે. આ મોટા આંચકા પછી શરદ પવારે (Sharad Pawar) પાર્ટીની ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શરદ પવાર પોતાના તમામ ધારાસભ્યોને મહારાષ્ટ્રની બહાર મોકલી શકે છે. આ પછી બપોરે 12.30 કલાકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra Live Updates : 30 નવેમ્બર પહેલાં લેવો પડશે વિશ્વાસ મત, અજિત પવારના ધારાસભ્યોને રખાશે ગોવાના ગુપ્ત સ્થળે?


ભાજપ નેતા ગીરિશ મહાજને દાવો કર્યો છે કે તેમને તમામ એનસીપી ધારાસભ્યોનો ટેકો છે અને અમે બહુમત સાબિત કરીશું. અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારે રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી સોંપી છે. અજિત પવાર એનસીપી ધારાસભ્ય દળના નેતા છે અને એનો સીધો અર્થ છે કે એનસીપીના તમામ ધારાસભ્યોનું સમર્થન તેમને મળી રહ્યું છે. 


મહારાષ્ટ્રમાં સરકારની આગ સળગાવશે NCP? આંખમાં કણાની જેમ ખટકતી બહેન બની કારણ?


શપથ લીધા પછી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપતા જણાવ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથીદાર શિવસેનાએ એ જનાદેશ નકારીને અન્ય રીતે ગઠબંધનનો પ્રયાસ કર્યો. મહારાષ્ટ્રને સ્થિર શાસન આપવાની જરૂર છે. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર દેવાનો નિર્ણય કરવા બદલ અજિત પવારને ધન્યવાદ. અજિત પવારે નિવેદન આપતા કહ્યું છે કે પરિણામના દિવસથી અત્યાર સુધી કોઈપણ સરકાર બનાવવા સક્ષમ નહોતું. મહારાષ્ટ્ર ખેડૂતોના પ્રશ્ન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે એટલે અમે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. આ રાજકીય માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મહારાષ્ટ્રના સીએમ બનવા બદલ શુભેચ્છા આપી છે. પીએમએ કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શુભેચ્છા. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે મળીને કામ કરશે. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube