અમદાવાદ :મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) સરકાર બનવાને લઈને ચાલી રહેલી લાંબી ખેંચતાણનો અંત એવો આવ્યો કે, ભલભલા રાજકીય પંડિતોના મગજ પણ ચકરાઈ ગયા છે. NCP, કોંગ્રેસ અને શિવસેના (Shiv Sena) સાથે મળીને સરકાર બનાવવાની સહમતી બનવાના બીજા જ દિવસે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી બની ગયા. માત્ર 72 કલાકના ગાળામાં ભાજપે મોટી ચાલ રચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra Politics : સવારે 5.47 કલાકે રાષ્ટ્રપતિ શાસન હટ્યું, અને 8.15 કલાકે ભાજપ-NCPએ સત્તા બનાવી


બીજેપીએ જે ખેલ પાડ્યો તેનાથી તમામ રાજકીય પાર્ટીઓ ચોંકી ગઈ છે. ચૂપચાપ બેસેલી બીજેપી ક્યારે ત્રણ બિલાડીઓની લડાઈમાં ક્યારે રોટલી ખાઈ ગઈ તે ખબર જ ન પડી. મહારાષ્ટ્રના સૂત્રોએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 11 વાગ્યાથી લઈને શનિવારે સવારે 4 વાગ્યા સુથી બીજેપી અને એનસીપીના મોટા નેતાઓ વચ્ચે વાતચીત બાદ સરકાર બનવા પર સહમતિ બની હતી. તેમણે એવો દાવો પણ કર્યો કે શિવસેનાના 18, જ્યારે કે કોંગ્રેસના 6 ધારાસભ્યો બદલવાના છે. 


Maharashtra Live Updates: આખરે સંજય રાઉત બોલ્યા, ‘અંધારામાં પાપ થયું છે, રાજ્યની જનતા તેઓને રસ્તા પર ફરકવા નહિ દે...’


ત્રણ દિવસ પહેલા શરદ પવાર પીએમ મોદીને મળ્યા હતા
છેલ્લા કેટલાક સપ્તાહથી મહારાષ્ટ્રમાં અલગ અલગ પાર્ટીઓ સત્તા બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ માટે સૌથી પહેલા બીજેપી અને શિવસેના વચ્ચે વાત થઈ હતી. તેના બાદ એનસીપી, શિવસેના અને કોંગ્રેસ વચ્ચે સરકાર બનવા સહમતિ બની હતી. પરંતુ માત્ર 3 દિવસ પહેલા જ 20 નવેમ્બરના રોજ એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધાન મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. બુધવારે એનસીપી નેતા શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સંસદભવનમાં થઈ હતી. મોદી સાથે મુલાકાત કર્યા બાદ શરદ પવારના વલણને લઈને બહુ ચર્ચા થઈ હતી. જોકે, આજે સવારે શરદ પવારે કહ્યું કે, બીજેપીની સાથે જવાનો અને સરકાર બનાવવાનો નિર્ણય એનસીપી પાર્ટીનો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે, અજિતે પાર્ટી તોડી નાંખી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube