અમદાવાદ :મહારાષ્ટ્ર (Maharashtra Politics) માં ફ્લોર ટેસ્ટ જલ્દી કરાવવા અને એનસીપી નેતા અજિત પવારના સમર્થન પર બીજેપી (BJP) સરકારને લીલી ઝંડી બતાવનાર રાજ્યપાલના નિર્ણય પર સુપ્રિમ કોર્ટમા આજે નિર્ણય આવવાનો છે. પરંતુ આ નિર્ણયના એક દિવસ પહેલા શિવસેના (ShivSena) એ મુંબઈની હોટલમાં એનસીપી અને કોંગ્રેના ધારાસભ્યોનું એકતા પ્રદર્શન કર્યું છે. મુંબઈની હયાત હોટલમાં ત્રણેય પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓએ એકજૂટતા બતાવતા 162 ધારાસભ્યોની પરેડ કરાવી હતી. આજે શિવસેનાએ પોતાના મુખપત્ર સામના (Saamana) માં ‘ચિંતા ના કરો’ના ટાઈટલ સાથે સંપાદકીય લેખ લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉજ્જૈન દર્શને જઈ રહેલા વડોદરાના બિલ્ડરની કારને મધ્યપ્રદેશમાં અકસ્માત, ચારના મોત


શિવસેનાના મુખપત્રમાં બીજેપી અને રાજ્યપાલ પર નિશાન સાધતા લખ્યું કે, સત્તાંધોએ મહારાષ્ટ્રના સ્વાભિમાન અને પ્રતિષ્ઠાનું બજાર લગાવ્યું છે. એવા લોકો જેમનો મહારાષ્ટ્રથી કોઈ પ્રકારનો ભાવનાત્મક સંબંધ નથી, તેઓ શિવરાયના મહારાષ્ટ્રની ઈજ્જત ધૂળમાં નાંખી શકે છે. મહારાષ્ટ્રના ગઠન અને નિર્માણમાં આ લોકોએ ખૂન તો છોડો, પરસેવાનું એક ટીપુ પણ નથી પાડ્યું. આ લોકોએ રાજનીતિક કાંડ કર્યાં છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી આ ત્રણેય પાર્ટીઓએ મળીને રાજભવનમાં 162 ધારાસભ્યોનો પત્ર રજૂ કર્યો છે. આ તમામ ધારાસભ્ય રાજભવનમાં રાજ્યપાલની સામે ઉભા રહેવા તૈયાર છે. 


મહેસાણા : નાની અમથી વાતમાં મિત્રએ બીજા મિત્રના પેટમાં છરી મારી દીધી


આટલી તસવીર સ્પષ્ટ થયા છતા રાજ્યપાલે કોઈ બહુમતના આધાર પર દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા. આ લોકોએ ખોટા કાગળ રજૂ કર્યા અને સંવિધાનના રક્ષક ભગતસિંહ નામના રાજ્યપાલે આંખો બંધ કરીને તેમના પર વિશ્વાસ કર્યો. પછી ત્રણ પાર્ટીઓના ધારાસભ્યોની સહીવાળો પત્ર સોંપ્યો. તેના પર માનનીય ભગતસિંહ રાજ્યપાલ મહોદયનું શું કહેવું છે. એક ભગતસિંહ દેશની આઝાદી માટે ફાંસીનો રસ્તો અપનાવ્યો, એ તો આપણે જાણીએ છીએ. તો બીજા ભગતસિંહના હસ્તાક્ષરથી રાતના અંધારામાં લોકતંત્ર અને આઝાદીને વધ સ્તંભ પર ચઢાવી દીધાં.


શિવસેનાએ આગળ લખ્યું કે, મહારાષ્ટ્રમાં જે પણ થયું તેને ચાણક્ય-ચતુરાઈ કે કોશિયારી સાહેબની હોશિયારી કહેવી ભૂલ હશે. ધારાસભ્યોનું અપહરણ કરવું અને તેઓને બીજા રાજ્યમાં લઈ જઈને કેદ રાખવું, આ એવી ચાણક્ય નીતિ છે? શ્રી અજીત પવારનો આખો ખેલ પૂરો થઈ ગયો છે ત્યારે તેમણે કહ્યું કે, શરદ પવાર જ અમારા નેતા છે અને હું રાષ્ટ્રવાદીનો છું. આ તો હારની માનસિકતા છે. જો તુ શરદ પવારના ભત્રીજાના રૂપમાં ફરો છો તો પહેલા બારામતીથી, ધારાસભ્ય પદ અને પાર્ટીના તમામ પદથી રાજીનામુ આપીને તમારી અલગ રાજનીતિ કરવી જોઈએ. પરંતુ જે ચાચાએ કમાવ્યું, તેની ચોરી કરીને ‘હું નેતા, મારી પાર્ટી’ કહેવું પાગલપનની હદ છે...


શરદ પવારે બે વાર કોંગ્રેસ છોડ્યું અને પોતાની હિંમતથી પોતાની નવી પાર્ટી ઉભી કરી. 50 વર્ષો સુધી સંસદીય રાજનીતિમાં ટકી રહેવું સરળ નથી. અનેક ગરમી-વરસાદ અને તોફાનના માર સહન કરીને તેઓ ઉભા છે. પરંતુ ભાજપા દ્વરા કેસ દાખલ કરતા જ અને ઈડીના નામ પર બ્લેક કરતા જ અજીત પવારે શરદ પવારની રાજનીતિક ઈસ્ટેટમાં ચૂનો લગાવ્યો અને અહીંનો જ માલ ચોરીને ભાજપમાં જતા રહ્યા. એક જૂના પત્રનો આધાર આપતા તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રસના વિધી મંડળ ગ્રૂપને પોતાના નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. કાલ સુધી અજીત પવાર પોતાના ભાષણોમં કહેતા હતા કે, અજીત પવાર ક્યારેય ખોટુ બોલતા નથી. પરંતુ હવે તેઓ રોજ ખોટુ બોલે છે. રાજ્યપાલને પણ તેમણે ખોટો પત્ર સોંપ્યા છે. સરકાર કોઈ પણ બનાવે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube