Maharashtra: બુલઢાણામાં વહેલી પરોઢે બે બસોની ભીષણ ટક્કરમાં અનેક લોકોના મોત
એવું કહેવાય છે કે અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરની નજીક નેશનલ હાઈવે 6 પર થયો છે. મલકાપુર પોલીસ મથકના ઈન્ચાર્જ અશોક ત્રિપાઠીના જણાવ્યાં મુજબ એક બસ અમરનાથના તીર્થયાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. વહેલી સવારે 3 વાગે બંને બસ અકસ્માતનો ભોગ બની.
મહારાષ્ટ્રના બુલઢાણામાં શનિવારે ભીષણ અકસ્માત થયો. બે લક્ઝરી બસોની અથડામણ બાદ 6 લોકોના મોત થયા છે જ્યારે 21 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી 5 લોકોની સ્થિતિ ગંભીર છે.
એવું કહેવાય છે કે અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરની નજીક નેશનલ હાઈવે 6 પર થયો છે. મલકાપુર પોલીસ મથકના ઈન્ચાર્જ અશોક ત્રિપાઠીના જણાવ્યાં મુજબ એક બસ અમરનાથના તીર્થયાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. વહેલી સવારે 3 વાગે બંને બસ અકસ્માતનો ભોગ બની.
મૃત્યુઆંક વધી શકે છે
અકસ્માત બાદ ઘટનાસ્થળે અફાતફરી મચી ગઈ. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. ઘટના બાદ ઘણીવાર સુધી રસ્તો બંધ રહ્યો. અકસ્માતની ગંભીરતા જોતા અનુમાન થઈ રહ્યું છે કે મોતનો આંકડો વધી શકે છે.