પૂણે: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થયા બાદ આર્થિક સ્થિતિ ધીમે ધીમે પાટા પર પરત ફરવ લાગી છે અને રાજ્યમાં દારૂથી થનાર આવકે ગત 3 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને રાજ્યના આબકારી વિભાગે 2021-22 માં ગત ત્રણ વર્ષોમાં સૌથી વધુ આવક રળી છે. મહારાષ્ટ્રમાં ભારતીય-નિર્મિત વિદેશી દારૂ (IMFL) વેચાણમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે 17% ટકાનો વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષની તુલનામાં 2000 કરોડ રૂપિયા વધુ કમાણી
રાજ્ય સરકારે દારૂ વડે 2021-22 માં 17,449.65 કરોડ રૂપિયાની કમાણી કરી, જે 2020-21 ની તુલનામાં લગભગ 2000 હજાર કરોડ રૂપિયા વધુ છે. તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ મહામારીના લીધે લગાવવામાં આવેલા લોકડાઉને દારૂ ઉદ્યોગને મોટો આંચકો આપ્યો હતો, પરંતુ તેમછતાં આબકારી વિભાગ સંશોધિત રેવન્યૂ ટાર્ગેટના 95 ટકા પુરો કરી લીધો છે.  

Air India માં પરીક્ષા આપ્યા વિના આ પદો માટે કરો એપ્લાય, 75000 મળશે પગાર


ગત 3 વર્ષોમાં રેકોર્ડબ્રેક વેચાણ
ટીઓઆઇના રીપોર્ટ અનુસાર વર્ષ 2019-20 માં મહારાષ્ટ્રમાં લગભગ 2,157 લાખ બલ્ક લીટર ભારતીય નિર્મિત વિદેશ દારૂ (IMFL) વેચવામાં આવ્યો, જે કોરોના આવ્યા પછી નાણાકીય વર્ષ 2020-21 માં ઘટીને લગભગ 1,999 લાખ બલ્ક લીટર રહી ગઇ. જોકે નાણાકીય વર્ષ 2021-22 માં દારૂ વ્યવસાયે વાપસી તરફ આ વર્ષે લગભગ 2,358 લાખ બલ્ક લીટર વેચાણ થયું. મહારાષ્ટ્રના આબકારી વિભાગના આંકડા અનુસાર કોરોના વાયરસ મહામારી આવ્યા પછી નાણાકીય વર્ષમાં ભારતીય નિર્મિત વિદેશી દારૂ, બીયર, દેશી દારૂનું વેચાણ પહેલીવાર વધ્યું છે. 


આટલું વધ્યું બિયર અને દારૂનું વેચાણ
વર્ષ 2020-21 ની તુલનામાં 2021-22 માં બિયર અને દેશી દારૂના વેચાણમાં પણ વધારો નોંધાયો છે, પરંતુ 2019-20 ની તુલનામાં વેચાણ ઓછું રહ્યું. નાણાકીય વર્ષ 2020-21 ની તુલનામાં 2021-22 માં બિયરના વેચાણમાં લગભગ 14 ટકાનો વધારો થયો, પરંતુ 2019-20 ની તુલનામાં લગભગ 22% નો ઘટાડો આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube