નવી દિલ્હી: મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત (Gujarat) અને કર્ણાટકમાં સતત દૈનિક ધોરણે કોવિડના નવા કેસમાં ઉમેરો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા ઉમેરાયેલા કેસમાંથી 85.95% દર્દીઓ આ રાજ્યોમાં જ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 14,989 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં દૈનિક ધોરણે સૌથી વધુ 7,863 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે કેરળમાં નવા 2,938 જ્યારે પંજાબ (Punjab) માં નવા 729 કેસ પોઝિટીવ નોંધાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ (Madhya Pradesh), દિલ્હી, હરિયાણા અને કર્ણાટકમાં સાપ્તાહિક ધોરણે નવા કેસમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. નવા નોંધાયેલા કેસના સંદર્ભમાં જોઇએ તો, માત્ર મહારાષ્ટ્રમાં જ સાપ્તાહિક ધોરણે નવા કેસની સંખ્યામાં 16,012 કેસનો વધારો થયો છે. ટકાવારીના સંદર્ભમાં જોઇએ તો, પંજાબમાં સાપ્તાહિક ધોરણે કેસની સંખ્યામાં 71.5% (1,783 કેસ)નો વધારો નોંધાયો છે.

ભૂલથી પણ Twitter પર કરશો નહી આ Mistake, હંમેશા માટે Account થઇ જશે Block


સક્રિય કેસની ઘણી વધારે સંખ્યા ધરાવતા તેમજ જ્યાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર સતત જોડાયેલી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19નું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે સઘન દેખરેખ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં સૌના સહિયારા પ્રયાસો દ્વારા જે સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાયા છે તે વ્યર્થ ના જાય. અસરકારક પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટીવ મળેલા દર્દીઓના ત્વરિત આઇસોલેશન અને તેમના નજીકના સંપર્કમાં હોય તેમને તાત્કાલિક ક્વૉરેન્ટાઇન કરવા જેવી બાબતો પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય ટીમો મોકલી છે જેથી કોવિડ-19ના કેસમાં અહીં નોંધાયેલી તીવ્ર વૃદ્ધિ સામે લડવામાં જરૂરી મદદ કરી શકાય. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીના નેતૃત્ત્વમાં ત્રણ સભ્યોની ટીમો બનાવીને મોકલવામાં આવી છે. તેઓ આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા કેસની સંખ્યામાં થયેલી વૃદ્ધિના કારણોની ચકાસણી કરશે અને કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તેમજ કન્ટેઇન્મેન્ટ સંબંધિત પગલાંઓ માટે રાજ્ય આરોગ્ય વિભાગો સાથે સંકલન કરશે. ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,70,126 નોંધાઇ છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસના ભારણની ટકાવારી 1.53% છે.

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ


છેલ્લા 24 કલાકમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલું પરિવર્તન દર્શાવે છે. કેરળ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ તેમજ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડાનું વલણ નોંધાયું છે તો બીજી બાજુ, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં સમાન સમયગાળા દરમિયાન સક્રિય કેસની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.


રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી રસીનો બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી 2021ના રોજથી FLW માટે પણ રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.


કોવિડ-19 વિરોધી રસીકરણના બીજા તબક્કાની શરૂઆત સમગ્ર દેશમાં 1 માર્ચ 2021થી કરવામાં આવી છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના તેમજ સહબીમારી ધરાવતા હોય તેવા 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને આવરીને તેમનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

Gold Price Today: હવે મોંઘું થશે સોનું? એક્સપર્ટ પાસેથી જાણો ક્યારે ખરીદવું સોનું?


આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 3,12,188 સત્રોનું આયોજન કરીને રસીના 1.56 કરોડથી વધારે (1,56,20,749) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 67,42,187 HCWને પ્રથમ ડોઝ, 27,13,144 HCWને બીજો ડોઝ અને 55,70,230 FLW) પ્રથમ ડોઝ અને 834 અગ્ર હરોળના કર્મચારીને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને વિશેષ સહ-બીમારી ધરાવતા હોય તેવા 71,896 લાભાર્થીઓને પ્રથમ ડોઝ, 60 વર્ષથી વધુ ઉંમરના 5,22,458 લાભાર્થીને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.


રસીકરણ કવાયતના 46મા દિવસે (2 માર્ચ 2021) રસીના કુલ 7,68,730 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 10,527 સત્રોમાં 6,52,501 લાભાર્થીઓને પહેલો ડોઝ (HCW અને FLW) અને 1,16,229 HCW અને FLWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજદિન સુધીમાં દેશમાં 1.08 કરોડથી વધારે (1,08,12,044) દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13,123 દર્દી સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. નવા સાજા થયેલા દર્દીઓમાંથી 86.58% કેસ છ રાજ્યોમાંથી હતા.

1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપશે મોદી સરકાર, સિલેન્ડર બુકિંગનો નિયમ પણ બદલાયો


મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 6,332 નવા દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 3,512 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 473 દર્દી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 98 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી માત્ર ચાર રાજ્યોમાં જ 88.78% દર્દીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં સતત મહત્તમ મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે જ્યાં વધુ 54 દર્દીના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં વધુ દૈનિક ધોરણે 16 દર્દી જ્યારે પંજાબમાં 10 દર્દીના મૃત્યુ નોંધાયા છે.


છેલ્લા 24 કલાકમાં વીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં મધ્યપ્રદેશ, દિલ્હી, તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઉત્તરાખંડ, ઝારખંડ, ગોવા, બિહાર, પુડુચેરી, હિમાચલપ્રદેશ, આસામ, લક્ષદ્વીપ, મણીપુર, મેઘાલય, સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, નાગાલેન્ડ તેમજ આંદામાન અને નિકોબારના ટાપુઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube