Corona Lockdwon: મહારાષ્ટ્રમાં હજુ 15 દિવસ વધી શકે છે લૉકડાઉન, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 46781 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ હજુ દરરોજ 40 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. તેને જોતા મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર હજુ 15 દિવસ માટે લૉકડાઉન લંબાવી શકે છે.
કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ, બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ અને મંત્રીઓએ 15 દિવસ માટે લૉકડાઉન વધારવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી તેના પર અંતિમ નિર્ણય લેશે.
મહત્વનું છે કે કોવિડ-19ના વધતા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે ચાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ્રતિબંધો લાગૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેને વધારી દેવામાં આવ્યું હતું. લૉકડાઉન જેવા પ્રતિબોંધો દરમિયાન જરૂરી સેવાઓને છોડી લોકોની અવરજવર પર પ્રતિબંધ છે. ખાનગી ઓફિસા, સલૂન, સિનેમાઘરો બંધ છે. રાજ્ય સરકારે પ્રોવિઝન સ્ટોર, શાકભાજીની દુકાનો અને ડેરીને માત્ર ચાર કલાક ખોલવાની છૂટ આપી છે.
આ પણ વાંચોઃ Corona Crisis: PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, ઓક્સિજન અને દવાઓની સ્થિતિની સમીક્ષા કરી
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બુધવારે સાંજે જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 46781 નવા કેસ સામે આવ્યા છે અને 816 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન રાજ્યમાં 58805 દર્દીઓ સાજા થયા છે.
દેશના ઘણા વિસ્તારમાં કોરોના વેક્સિનની કમીની વાતો સામે આવી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે કોરોના વેક્સિનની કમીને કારણે રસીકરણ રોકી દેવામાં આવી છે. વેક્સિનની કમીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ- રસીની કમીને કારણ 18-44 ઉંમર વર્ગ માટે રસીકરણને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ ઉંમર વર્ગ માટે સરકાર દ્વારા ખરીદવામાં આવેલા બધા ડોઝ હવે 45થી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube