નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 સીટો છે. 2014ની ચૂંટણીમાં ભાજપ 24 સીટો પર ચૂંટણી પડ્યું હતું અને 23 પર વિજય મેળવ્યો હતો. શિવસેના 20 સીટો પર ચૂંટણી લડી અને 18 પર જીત મેળવી હતી. એનસીપી 21 પર લડી અને 4 સીટ તેના ખાતામાં આવી જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર બે સીટ આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયા ટુડે અને એક્સિસ માઈ ઈન્ડિયાના સર્વે પ્રમાણે મહારાષ્ટ્રમાં એનડીએને 38-42 અને યુપીએને 6-10 સીટો મળવાનું અનુમાન છે. AVP અને CSDS સર્વે પ્રમાણે મહારાષ્ટ્રમાં ભાજપને 34 અને કોંગ્રેસને 14 સીટો મળી રહી છે. 


2014ની ચૂંટણીમાં ભાજપને 2009ના મુકાબલે 14 સીટોનો ફાયદો થયો હતો તો શિવસેનાને પણ સાત સીટનો ફયદો થયો હતો. એનસીપીને 4 અને કોંગ્રેસને 16 સીટોનું નુકસાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ અને શિવસેના ગઠબંધનમાં છે. ભાજપ 25 અને શિવસેના 23 સીટો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ અને એનસીપી પણ સાથે લડી રહ્યાં છે. કોંગ્રેસ 26 તો એનસીપી 22 સીટો પર મેદાનમાં છે.