Maharashtra Loudspeaker Row: લાઉડ સ્પીકર વિવાદ મામલે આજે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી વચ્ચે મહત્વની બેઠક થઈ. ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા હવે મંજૂરી લેવી પડશે. મહારાષ્ટ્ર સરકારે આ મામલે નિવેદન આપ્યું છે કે હવેથી મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવવા બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના ગૃહ વિભાગનું નિવેદન
મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકરને 3 મે બાદ હટાવવા અંગેની રાજ ઠાકરેની ધમકી વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે હવે ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકરો લગાવવા હોય તો મંજૂરી લેવી પડશે. આમ નહીં કરવામાં આવે તો પ્રશાસન તરફથી કડક કાર્યવાહી કરાશે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ જલદી આ મામલે મહારાષ્ટ્રના ડીજીપી સાથે એક બેઠક પણ કરશે. જો કોઈ પરવાનગી વગર લાઉડ સ્પીકર લગાવશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠક બાદ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ જાહેર કરવામાં આવશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube