71 વર્ષના વ્યક્તિનો દાવો, Covishield રસી લીધા બાદ શરીરમાં આવી ગયો મેગ્નેટિક પાવર!, જુઓ Video
મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા એક વ્યક્તિએ અનોખો દાવો કર્યો છે કે કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકની શક્તિ આવી ગઈ છે.
નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા એક વ્યક્તિએ અનોખો દાવો કર્યો છે કે કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લીધા બાદ તેના શરીરમાં ચુંબકની શક્તિ આવી ગઈ છે. સ્ટીલથી બનેલો સામાન તેના બોડી પર ચોંટી જાય છે. વ્યક્તિએ સ્ટીલના સામાનને પોતાના બોડી સાથે ચોંટી જવાનો એક વીડિયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.
રસીકરણથી બોડીમાં આવી ગયો મેગ્નેટિક પાવર?
ધ ફ્રી પ્રેસ જનરલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ આ વ્યક્તિનું નામ અરવિંદ સોનાર છે. તેમની ઉંમર 71 વર્ષ છે. અરવિંદે દાવો કર્યો છે કે કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લીધા બાદ તેમના બોડીમાં મેગ્નેટિક પાવર આવી ગયો છે.
વીડિયો અપલોડ કરીને કરાયો દાવો
સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ અરવિંદની હાથ પર સ્ટીલના ચમચા અને સિક્કા લગાવી રહ્યો છે. જે અરવિંદના હાથ પર ચોંટી પણ રહ્યા છે.
આ મામલે સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. કોઈ પણ ફેક્ટ્સ વગર હાલ કશું કહેવું યોગ્ય નથી.
શું છે સચ્ચાઈ?
સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના રિપોર્ટ મુજબ રસીકરણ બાદ શરીરમાં મેગ્નેટિક પાવર આવતો નથી. આવો દાવો ફક્ત જૂઠ છે. રસીમાં એવા ઈન્ગ્રીડિયન્ટ્સ હોતા નથી જેનાથી ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈફેક્ટ પેદા થાય. રસીમાં આયર્ન, નિકલ, કોબોલ્ટ, લીથીયમ જેવી કોઈ મેટલ હોતી નથી. આ કારણે રસીકરણ બાદ બોડીમાં મેગ્નેટિક પાવર આવવાનો દાવો ખોટો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube