મહારાષ્ટ્રમાં MLC ચૂંટણીમાં થઈ ગયો `ખેલા`, MVA જૂથમાં ક્રોસ વોટિંગનો મહાયુતિને ફાયદો
ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સત્તાધારી મહાયુતિ ગઠબંધને શુક્રવારે રાજ્ય વિધાનસભા પરિષદની 11માંથી તે તમામ સીટો પર જીત મેળવી જેના પર ચૂંટણી લડી હતી. જ્યારે મહાવિકાસ આઘાડી (MVA)એ બે સીટો પર જીત મેળવી છે. ભાજપે પાંચ સીટ જીતી જ્યારે 2-2 સીટ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી NCP એ જીતી છે
ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સત્તાધારી મહાયુતિ ગઠબંધને શુક્રવારે રાજ્ય વિધાનસભા પરિષદની 11માંથી તે તમામ સીટો પર જીત મેળવી જેના પર ચૂંટણી લડી હતી. જ્યારે મહાવિકાસ આઘાડી (MVA)એ બે સીટો પર જીત મેળવી છે. ભાજપે પાંચ સીટ જીતી જ્યારે 2-2 સીટ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી NCP એ જીતી છે. INDIA ગઠબંધનના 3 ઉમેદવારમાંથી માત્ર 2 જ જીતી શક્યા. આ સિવાય મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસના 7થી 8 વિધાયકોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું કહેવાય છે.
ભાજપે પાંચ સીટ જીતી
11 સીટો પર થયેલા વોટિંગ બાદ જ્યારે મતગણતરી થઈ તો ભાજપને 5 સીટ, શિવસેના (શિંદે જૂથ) અને NCP અજિત પવાર જૂથને 2-2 સીટ મળી. જ્યારે INDIA બ્લોકમાંથી શિવસેના (ઉદ્ધવ જૂથ) અને કોંગ્રેસે 1-1 સીટ જીતી. શરદ પવારના સમર્થનથી ચૂંટણી લડી રહેલા જયંત પાટિલ ચૂંટણી હારી ગયા. વિધાન પરિષદની ચૂંટણી જીતવા માટે એક ઉમેદવારને 23 વિધાયકોના મતની જરૂર પડે છે. જેમાંથી ભાજપના 103, શિવસેના (શિંદે જૂથ)ના 38, NCP (અજિત જૂથ)ના 42, કોંગ્રેસના 37, શિવસેના (યુબીટી)ના 15 અને NCP (શરદ પવાર જૂથ)ના 10 વિધાયક છે.
એમવીએ એક સીટ હાર્યું
જે પરિણામો સામે આવ્યા છે તે જોતા 11 સીટોમાંથી એનડીએના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન 9 સીટ પર ચૂંટણી લડ્યું હતું અને તે તમામ સીટ જીત્યું. બીજી બાજુ એમવીએએ 3 સીટમાંથી એક સીટ ગુમાવવી પડી. ભાજપની પંકજા મુંડે સહિત મહાયુતિના તમામ 9 ઉમેદવારોને જીત મળી છે. કોંગ્રેસથી પ્રજ્ઞા સાતવ પણ જીતી ગયા છે. બીજી બાજુ યુબીટી સેના લીડ મેળવવામાં સફળ રહી અને શરદ પવાર સમર્થિત ઉમેદવારની હાર થઈ.
જયંત પાટિલ હાર્યા
છેલ્લી સીટ માટે બીજા તબક્કામાં ઉદ્ધવ ઠાકરે જૂથના મિલિન્દ નાર્વેકર અને શરદ પવાર જૂથ સમર્થિત પીપલ્સ વોકર્સ એન્ડ પીજેન્ટ્સ પાર્ટી (પીડબલ્યુપી)ના જયંત પાટિલ વચ્ચે ટક્કર થઈ. આ ટક્કરમાં મિલિન્દ નાર્વેકરે જયંત પાટિલને હરાવીને જીત મેળવી. આ 11 વિધાન પરિષદની સીટો માટે 12 ઉમેદવાર મેદાનમાં હતા.
શું છે મતોનું ગણિત?
સવાલ એ છે કે શું કોંગ્રેસના મત વહેંચાઈ ગયા? અત્યાર સુધી સામે આવેલા મતોના આંકડા જોતા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના સાત જેટલા મત વહેંચાઈ ગયા છે. હવે મતોના ગણિત પર નજર ફેરવીએ તો કઈક એવું જોવા મળે છે કે કોંગ્રેસના કુલ 37 વિધાયક છે. જેમાંથી 25 વિધાયકોએ પોતાના ફર્સ્ટ પ્રેફરન્સ તરીકે પ્રજ્ઞા સાતવને મત આપ્યો. એટલે કે કોંગ્રેસના 12 ફર્સ્ટ પ્રેફરન્સના મત વધારાના બચ્યા હતા. બીજી બાજુ મિલિન્દ નાર્વેકરને ફર્સ્ટ પ્રેફરન્સના 22 મત મળ્યા. જેમાં ઠાકરે ગ્રુપ પાસે 15 મત છે. જો કોંગ્રેસના બાકી સાત મત પણ જોડી લઈએ તો પણ પાંચ મતોનું કોકડું ગૂંચવાયું છે. જયંત પાટિલને ફર્સ્ટ પ્રેફરન્સના 12 મત મળ્યા. આ 12 મત શરદ પવાર જૂથના છે.
પહેલી પસંદના કેટલા મત?
આઠ ઉમેદવારોએ પહેલી પસંદના મત મેળવીને ચૂંટણી જીતી છે. બાકીના ઉમેદવારોની બીજી પસંદ પર નિર્ભર રહેવું પડશે. જીત માટે ઓછામાં ઓછા 23 પહેલી પસંદના મતની જરૂર હતી. જે ઉમેદવારોને એટલા કે તેનાથી વધુ મત મળ્યા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપના ઉમદેવાર કેટલા મત મળ્યા
પંકજા મુંડે 26 મત મળ્યા, ચૂંટણી જીત્યા
પરિણય ફૂકે 26 મત મળ્યા, ચૂંટણી જીત્યા
અમિત ગોરખે 26 મત મળ્યા, ચૂંટણી જીત્યા
યોગેશ ટિલેકર 26 મત મળ્યા, ચૂંટણી જીત્યા
સદાભાઉ ખોત 14 મત મળ્યા, જીત્યા (બીજા દોરમાં વિજેતા)
NCP (અજિત પવાર જૂથ)
કૃપાલ તુમાને 24 મત મળ્યા, જીત્યા
ભાવના ગવળી 24 મત મળ્યા, ચૂંટણી જીત્યા
કોંગ્રેસ
પ્રજ્ઞા સાતવ 25 મત મળ્યા, ચૂંટણી જીત્યા
શિવસેના (UBT ગ્રુપ)
મિલિન્દ નાર્વેકર 25 મત મળ્યા, ચૂંટણી જીત્યા
પીડબલ્યુપી (શરદ જૂથનું સમર્થન) સ્ટેટસ
જયંત પાટિલ 12 મત મળ્યા, ચૂંટણી હાર્યા
શું કહે છે આ ચૂંટણી?
1. છેલ્લા તબક્કામાં પોતાના પીએ મિલન્દ નાર્વેદકરને મેદાનમાં ઉતાર્યા અને વિધાયકોની પૂરતી સંખ્યા ન હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેને જીત મળી.
2. ભાજપના પાંચ ઉમેદવાર જીત્યા. જેમાં ભાજપે પંકજા મુંડેને ફરીથી તક આપી. આ સાથે જ વિધાન પરિષદમાં 3 ઓબીસી, એક દલિત અને એક મરાઠા ચહેરો પસંદ થયો.
3. એકનાથ શિંદેએ બે હાલના વિધાયકોને લોકસભામાં તક ન હીં આપવાની ભૂલ સુધારી છે. શિવસેનાના અસંતુષ્ટ પૂર્વ સાંસદો ભાવના ગવળી અને કૃપાલ તુમ્હાણેને તક આપીને અને તેઓ વિધાન પરિષદ માટે ચૂંટાયા.
4. જયંત પાટિલને શરદ પવાર જૂથનું સમર્થન મળેલું હતું પરંતુ મહા વિકાસ આઘાડીમાં સહયોગી દળોએ તેમનું સમર્થન કર્યું નહીં.
5. કોંગ્રેસના 7 વિધાયકો તૂટ્યા. કોંગ્રેસ વિધાયકોએ પ્રજ્ઞા સાતવને 25 અને નાર્વેકરને 6-7 મત આપતા જોવા મળ્યા. પરંતુ આમ છતાં લગભગ સાત વિધાયકોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે.
6. પરિણામથી જે એક વાત સામે આવી છે કે તે એ છે કે એકનાથ શિંદે અને અજિત પવારની સાથે જે વિધાયકો ગયા હતા તેઓ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પણ તેમની સાથે જ છે. વિધાનસભા ચૂંટણી માત્ર ત્રણ મહિના દૂર છે. ત્યં સુધીમાં સરકાર સાથે સત્તામાં રહેવામાં લાભ છે. પરંતુ આ સાથે એક સંદેશો એ પણ જાય છે કે શિંદે અને અજિત પવાર જૂથ હજુ પણ મજબૂત છે.
ભલે કોંગ્રેસને મહારાષ્ટ્ર લોકસભામાં વધુ સીટો મળી હોય, પરંતુ આ પરિણામોથી એ ખબર પડે છે કે તેમનું પોતાના વિધાયકો પર નિયંત્રણ નથી. જો કોંગ્રેસ તરફથી ફરીથી એકવાર ક્રોસ વોટિંગ થયું હોય તો વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ નેતૃત્વ માટે આ ખતરાની ઘંટી કહી શકાય.