આ સમાચાર જાણીને તમારું લોહી ઉકળી જશે. આ શું થઈ રહ્યું છે? આ સમાચાર સામે આવતા જ દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. મહારાષ્ટ્રના પાલઘરના નાલાસોપારાની એક 10 વર્ષની બાળકી હાલ વેન્ટિલેટર પર છે. તેને ગંભીર બ્રેઈન ઈન્જરી થઈ છે. બાળકી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બાળકીના ટ્યૂશન ટીચરે બાળકીને કાન પાસે બેવાર એટલી જોરદાર ઝાપટ મારી કે તેની હાલત ખરાબ થઈ ગઈ. આ ઘટના 7 ઓક્ટોબરની છે પરંતુ પીડિતાને એક અઠવાડિયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ. ત્યાં સુધીમાં તેની તબિયત  બગડવા લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મસ્તી કરતા મારી
પોલીસે જણાવ્યું કે 20 વર્ષની પ્રાઈવેટ ટ્યૂશન ટીચરે બાળકીને ઝાપટ મારી હતી. તેનું કહેવું છે કે બાળકી તોફાન કરતી હતી. ઝાપટ એટલી જોરદાર હતી કે બાળકીએ કાનમાં જે વાળી પહેરી હતી તે ગાલમાં ફસાઈ ગઈ હતી. ગંભીર બ્રેઈન ઈન્જરી, જડબામાં સમસ્યા, ટિટનસ ઈન્ફેક્શના પગલે  બાળકીને કે જે સોમૈયા હોસ્પિટલ મુંબઈમાં આઈસીયુમાં દાખલ કરાઈ છે. તે છેલ્લા 9 દિવસથી વેન્ટિલેટર પર છે અને હાલ સ્થિતિ ગંભીર છે. 


તુલિંજ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે એક સપ્તાહ બાદ બાળકીની તબિયત લથડી અને તે બેહોશ થઈ ગઈ. તેને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાઈ. તેમણે કહ્યું કે પ્રાઈવેટ ટ્યૂશન ટીચર (20 વર્ષ)એ છોકરીને કાન પર જોરદાર ઝાપટ મારી હતી. તેનાથી બાળકીને શરૂઆતમાં તો બહેરાપણું લાગ્યું અને જલદી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગી. બાળકીને પહેલા એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાઈ અને ત્યારબાદ મુંબઈના એક ચિકિત્સા કેન્દ્રમાં ખસેડાઈ. 


પોલીસે જણાવ્યું કે બાળકી હજુ પણ બેહોશ છે અને તેના માતાપિતાની ફરિયાદને આધારે શિક્ષિકા વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે શિક્ષિકાને નોટિસ ફટકારી છે અને કેસની તપાસ ચાલુ છે.