નવી દિલ્હીઃ Sharad Pawar On Ajit Pawar: અજીત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં થયેલા બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાન વધી ગયું છે. આ વચ્ચે શરદ પવારની એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ગુરૂવારે દિલ્હીમાં યોજાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે કહ્યુ કે, અજીત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવા વિશે મને ખબર નથી. એનસીપીનો હું જ અધ્યક્ષ છું. તેવામાં જો કોઈ કહે છે કે હવે હું એનસીપીનો અધ્યક્ષ છું તો તેને મહત્વ ન આપવું જોઈએ. 


તેમણે અજીત પવારના નિવૃત્તિવાળા નિવેદન પર કહ્યું કે હું 82 વર્ષનો છું કે પછી 92 વર્ષનો તેનાથી કોઈ ફેર પડતો નથી. બેઠક બાદ એનસીપી નેતા પીસી ચાકોએ કહ્યુ કે પાર્ટીએ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને એનડીએની સાથે સરકારમાં સામેલ થનારા 9 ધારાસભ્યોને બહાર કરવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 


ચાકોએ જણાવ્યું કે શરદ પવારની સાથે 27 રાજ્ય સમિતિ છે. અમે આગળ કોઈ કાર્યવાહી માટે શરદ પવારને અધિકૃત કર્યા છે. નોંધનીય છે કે અજીત પવાર, છગન ભુજબલ, દિલીપ વાલ્સે પાટિલ અને હસન મુશરિફ સહિત નવ ધારાસભ્યોએ એનસીપીમાંથી બળવો કર્યો છે. 


આ પણ વાંચોઃ સત્તાની લડાઈમાં સંબંધો રહી ગયા પાછળ, ભારતીય રાજનીતિમાં કાકા-ભત્રીજાના ટકરાવની કહાની


બેઠક પર અજીત પવારનું નિવેદન
આ બેઠલને કઈને ડેપ્યુટી મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે તેની કોઈ કાયદાકીય માન્યતા નથી. મને પાર્ટીના ધારાસભ્યો અને પદાધિકારીઓએ અધ્યક્ષ ચૂંટ્યા છે, તેવામાં શરદ પવારનો અધિકાર નથી કે તે આવી બેઠક કરે. 


શું બોલ્યા હતા અજીત પવાર?
અજિત પવારે બુધવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે IAS અધિકારીઓ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. રાજકારણમાં પણ ભાજપના નેતાઓની નિવૃત્તિની ઉંમર 75 વર્ષની છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણો જોયા હશે. તમે 83 વર્ષના છો. શું તમે રોકાવાના નથી? તમારા આશીર્વાદ આપો અને અમે તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું.


તમને જણાવી દઈએ કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જૂનના રોજ 40 ધારાસભ્યોના સમર્થનના પત્ર સાથે અજિત પવારને એનસીપીના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. આ પત્ર કેન્દ્રીય ચૂંટણી પંચને 5 જુલાઈએ મળ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube