Maharashtra: વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. મહારાષ્ટ્રના રાજકારણ માટે આજનો દિવસ 'સુપર સન્ડે' બની ગયો છે. NCPમાં વિભાજનની ખબર સામે આવી છે. અજિત પવારને મળ્યું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ. મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપરાંત બીજેપીના ઘણા નેતાઓની હાજરીમાં રાજભવનમાં શપથવિધિ યોજાઈ. જેમાં અજીત પવાર સાથે 9 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છેકે, આજે અજીત પવારે વિપક્ષના નેતા પદેથી રાજીનામું ધરી દીધું. ત્યાર બાદ પોતાના 35 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર સાથે હાથ મીલાવ્યો. આ સાથે જ અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. છગન ભુજબલ સહિત એનસીપીના અન્ય 9 ધારાસસભ્યોને પણ મંત્રી બનાવવામાં આવ્યાં. શિંદે સરકાર વિધિવત સામેલ થઈ ગયા અજીત પવાર. 


અજિત પવાર કેમ નારાજ છે?
મળતી માહિતી મુજબ NCPના રાજ્ય એકમના વડા તરીકે તક ન મળવાથી અજિત પવાર નારાજ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલે હાજરી આપી હતી. પરંતુ સુલે મીટીંગ છોડીને જતા રહયા હતા. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં હાજર શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજકીય ઉથલપાથલને જોતા શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા હતા.