NCPને સતાવી રહ્યો છે MLA તૂટવાનો ડર, પોતાના ધારાસભ્યોને હોટલ ભેગા કર્યાં
વાયબી ચૌહાણ સેન્ટર ખાતે બેઠક પૂરી થયા બાદ એનસીપીના ધારાસભ્યોને હોટલ(Renaissance Hotel) રવાના કરી દેવાયા છે. એનસીપી વિધાયકોના લિસ્ટ પ્રમાણે વિધાયકોને પવઈ ખાતેની હોટલ રેનીસેન્સ(Renaissance Hotel) માટે રવાના કરવામાં આવ્યાં.
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગજબની ઉથલપાથલ ચાલી રહી છે. આજે સવારથી જે ઘટનાક્રમ જોવા મળ્યો ત્યારબાદ અન્ય પક્ષોની ઉપરાઉપરી બેઠકો થઈ રહી છે. જેની કડીમાં NCP ચીફ શરદ પવારે આજે વાય બી ચૌહાણ સેન્ટર ખાતે પાર્ટી બેઠક યોજી જેમાં પાર્ટીના મોટાભાગના એમએલએ આવેલા જોવા મળ્યાં. આ બેઠકમાં એનસીપીએ અજિત પવાર પર મોટી કાર્યવાહી કરી અને તેમને વિધાયક દળના નેતા પદેથી હટાવી દીધા છે. જયંત પાટિલને વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે. એનસીપી ચીફ શરદ પવારે 49 ધારાસભ્યો સાથે બેઠક કરી. 6 જેટલા ધારાસભ્યો હાજર નહતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ અજિત પવાર સાથે 3 ધારાસભ્યો છે. અજિત પવારે તો કહી પણ દીધુ છે કે તેઓ પોતાના નિર્ણયથી પીછેહઠ કરશે નહીં.
મહારાષ્ટ્રમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું જ છે, ઝડપથી બદલાઈ રહી છે 'નંબર ગેમ'ની બાજી
અજિત પવાર પર NCPની મોટી કાર્યવાહી, વિધાયક દળના નેતા પદેથી હકાલપટ્ટી
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો
શિવસેના, કોંગ્રેસ, એનસીપીએ મહારાષ્ટ્રમાં નવી બનેલી સરકારને સુપ્રીમ કોર્ટમાં ખેંચી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના એ આદેશને રદ કરવાની માગણી કરી છે જેમાં તેમણે પ્રદેશમાં સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને આમંત્રિત કર્યા હતાં. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં એવી પણ અપીલ કરાઈ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એવો આદેશ આપવામાં આવે કે તેઓ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે આમંત્રિત કરે.
મહારાષ્ટ્રમાં જબરદસ્ત ઉથલપાથલ, કાળઝાળ થયેલા શિવસેના-NCP અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને શરણે
ત્રણેય પાર્ટીના વકીલ દેવદત્ત કામતે કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટને આવતી કાલે જ ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપવાની માગણી કરી છે. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમને સાંભળશે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી કાલે કરવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી આવતી કાલે 11.30 વાગે કરશે. ત્રણેય પક્ષોએ ગવર્નર તરફથી ભાજપ અને અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણને ગેરબંધારણીય ગણાવ્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube