મુંબઈઃ Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એનસીપી નેતા અજિત પવારના ડેપ્યુટી મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ પ્રથમ નિવેદન આપ્યું છે. શિંદેએ અજિત પવારનું સ્વાગત કરતા કહ્યુ કે, સરકારને હવે ત્રિપલ એન્જિન મળી ગયું છે. હવે સરકાર બુલેટ ટ્રેનની ગતિથી દોડશે. મોદીજીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. અજિત પવારના અનુભવનો ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકનાથ શિંદેએ કહ્યુ- કેબિનેટમાં સીટ વિભાજન પર ચર્ચા માટે પર્યાપ્ત સમય છે. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે એક સાથે આવ્યા છીએ. વિપક્ષને લોકસભામાં 4-5 સીટો મળી હતી, પરંતુ આ વખતે તે સફળતા મેળવી શકશે નહીં. વિપક્ષને આટલી સીટો જીતવામાં પણ મુશ્કેલી પડશે. 


આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ, NDAમાં સામેલ થઈ નાયબ મુખ્યમંત્રી બન્યા અજીત પવાર


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલ્યા કે અમારી પાસે 1 મુખ્યમંત્રી અને 2 નાયબ મુખ્યમંત્રી છે. ડબલ એન્જિન સરકાર હવે ત્રિપલ એન્જિન બની ગઈ છે. મહારાષ્ટ્રના વિકાસ માટે, હું અજિત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરુ છું. અજિત પવારનો અનુભવ મહારાષ્ટ્રને મજબૂત કરવામાં મદદ કરશે. 


કોણ બન્યા મંત્રી
એનસીપી નેતા હસન મુશ્રીફે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ હાલમાં કોલ્હાપુરથી ધારાસભ્ય છે. તેમના સિવાય દિલીપરાવ દત્તાત્રેય વાલસે-પાટીલ, ધનંજય મુંડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા. ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, અનિલ ભાઈદાસ અને સંજય બનસોડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube