Maharashtra News: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલી એનસીપી ગણાવી છે. આ અજિત પવાર માટે મોટી જીત છે અને તેના કાકા શરદ પવાર માટે લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો છે. ચૂંટણી પંચે રાજ્યસા ચૂંટણીને ધ્યાનમાં રાખી શરદ પવારને પોતાના નવા રાજકીય સંગઠનનું નામ રાખવા માટે વિશેષ છૂટ આપી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 'વિધાનસભ્ય બહુમતીના પરીક્ષણ'થી વિવાદિત આંતરિક સંગઠનાત્મક ચૂંટણીઓને પગલે અજિત પવાર જૂથને NCP ચૂંટણી ચિન્હ મેળવવામાં મદદ મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છ મહિનાથી વધુ ચાલી સુનાવણી
6 મહિનાથી વધુ સમય સુધી ચાલેલી 10થી વધુ સુનાવણી બાદ ચૂંટણી પંચે એનસીપીમાં વિવાદનો અંત કર્યો અને અજિત પવારના નેતૃત્વવાળા જૂથના પક્ષમાં નિર્ણય આપ્યો છે. પાર્ટીનું નિશાન ઘડીયાળ અજિત પવારની પાસે રહેશે.


આ પણ વાંચોઃ હવે પેપર લીકમાં ઝડપાયા તો ગયા, મળશે આકરી સજા, લોકસભામાં પાસ થયું બિલ


2 જુલાઈએ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા અજિત પવાર
નોંધનીય છે કે 2 જુલાઈ 2023ના એનસીપીમાં વિભાજન થઈ ગયું હતું. અજિત પવાર પોતાના જૂથના ધારાસભ્યો સાથે એનડીએમાં સામેલ થઈ ગયા હતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા. એનસીપીમાંથી અલગ થયા બાદ અજિત પવારે એનસીપી પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. ત્યારબાદ આ મામલો ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો. બંને પક્ષે ચૂંટણી પંચ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. હવે ચૂંટણી પંચે અસલી એનસીપીને લઈને પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે.


આ ઈન્ડિયા ગઠબંધન માટે પણ મોટો ઝટકો છે. હવે શરદ પવારે પાર્ટીનું નવુ નામ અને નિશાન વિચારવું પડશે. મહારાષ્ટ્રમાં આ પહેલા શિવસેનામાં બે ભાગલા પડી ચુક્યા છે. અસલી શિવસેના એકનાથ શિંદેની છે. તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનું નામ શિવસેના (યુબીટી) છે.