મુંબઈઃ એન્ટિલિયા કેસ (Antilia case) માં તપાસ કરી રહેલી એનઆઈએની ટીમ રવિવારે સચિન વાઝેને લઈને મીઠી નદી પહોંચી હતી. એનઆઈએને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆર સહિત અનેક પૂરાવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ડીવીઆરને નષ્ટ કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યું. નદીમાંથી બે સીપીયૂ અને હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 એપ્રિલ સુધી એનઆઈએની કસ્ટડીમાં છે વાઝે
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે એક સ્કોર્પિયો કારમાં જિલેટિનની સ્ટીક રાખવાના મામલામાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે 3 એપ્રિલ સુધી એનઆઈએ કસ્ટડીમાં છે. પહેલા તેઓ 25 માર્ચ સુધી કસ્ટડીમાં હતા પરંતુ ત્યારબાદ વધારી 3 એપ્રિલ કરી દેવામાં આવી હતી. એનઆઈએએ સચિન વાઝેની 13 માર્ચે ધરપકડ કરી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube