મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામ પછી રાજ્યમાં હજુ સુધી નવી સરકારની રચના થઈ નથીય જોકે પરિણામમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળ્યો છે, પરંતુ મુખ્યમંત્રી પદના મુદ્દે બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આથી, હવે બંને પાર્ટીમાં અપક્ષ ધારાસભ્યોના જોડાવાનો સિલસિલો શરૂ થયો છે. બુધવારે મહારાષ્ટ્રમાં વધુ એક ધારાસભ્ય શવિસેનામાં જોડાઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધુલે જિલ્લાની સાક્રી વિધાનસભા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા મહિલા ધારાસભ્ય મંજુલા ગાવિતે શિવસેનાને ટેકો આપવાની જાહેરાત કરી છે. મંજુલા ગાવિતે ભાજપના ઉમેદવાર મોહન સૂર્યવંશીને 7000 મતથી પરાજય આપ્યો હતો. શિવસેનાને અત્યાર સુધી નાના પક્ષો અને અપક્ષો સાથે કુલ 6 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે. 


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં શિવસેનાના કુલ 56 ઉમેદવાર ચૂંટાયા છે. હવે અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે શિવસેના પાસે કુલ 62 ધારાસભ્ય થઈ ગયા છે. 


શિવસેનાને ટેકો આપનારા 6 અપક્ષ ધારાસભ્ય
1. શંકરરાવ ગડાખ (નેવાસા સીટ, અહેમદનગર જિલ્લો)
2. આશિષ જૈસવાલ (રામટેક સીટ, નાગપુર જિલ્લો)
3. બચ્ચુ કડૂ (અચલપુર સીટ, અમરાવતી જિલ્લો)
4. રાજકુમાર પટેલ (મેલઘાટ સીટ, અમરાવતી જિલ્લો)
5. આમદાર નરેન્દ્ર ભોંડેકર (ભંડારા સીટ, ભંડારા જિલ્લો)
6. મંજુલા ગાવિત (સાક્રી સીટ, ધુલે જિલ્લો)


ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં ભાજપનો 105 સીટ પર વિજય મેળવ્યો છે. શવિસેનાના 56 ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે, જ્યારે એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ઉમેદવાર જીત્યા છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...