Petrol sold for Rs. 1 per Litre: પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ લોકોને ભડકે બાળી રહ્યા છે. આમ જોવા જઈએ તો છેલ્લા 10 દિવસોથી પેટ્રોલ ડીઝલની કિંમત પર બ્રેક વાગી છે, પરંતુ અગાઉ પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. આ તમામ વાતો વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કીંમતોનો વિરોધ કરવા અને ડો.બી આર આંબેડકર જયંતી નિમિતે ગુરુવારે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક સ્થાનીક સંગઠને 500 લોકોને એક રૂપિયા પ્રતિ લીટરના ભાવથી પેટ્રોલ વેચ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરીદવા માટે લોકો તૂટી પડ્યા
આ ઓફર હેઠળ દરેક ગ્રાહકોને બસ એક લીટર પેટ્રોલ એક રૂપિયામાં આપવામાં આવ્યું. ત્યાર પછી પણ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડો. આંબેડકર સ્ટૂડેંટ્સ એન્ડ યૂથ પેંથર્સ એ આયોજિત કર્યો હતો.


સંગઠને લોકોને કેમ આપી આ ઓફર
સંગઠનના પ્રદેશ એકમના નેતા મહેશ સર્વગૌડાએ જણાવ્યું, મોંઘાવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકારમાં પેટ્રોલનો ભાવ 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. એટલા માટે લોકોને રાહત આપવા માટે અને ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતી મનાવવા માટે એક રૂપિયાના ભાવે પેટ્રોલ વેચવાનો નિર્ણય કર્યો. તેમણે જણાવ્યું કે, જો અમારા જેવું નાનું સંગઠન 500 લોકોને રાહત આપી શકે છે તો સરકારે પણ લોકોને રાહત આપવી જોઈએ.


સોલાપુરમાં પેટ્રોલની કીંમત 120.21 રૂપિયા પ્રતિ લીટર
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સોલાપુરમાં પેટ્રોલ 120.21 પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો સોલાપુરમાં તેની કીંમત 102.92 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પેટ્રોલની કીંમત 120.51 રૂપિયા અને ડીઝલની કીંમત 104.77 રૂપિયા પ્રતિ લીટર છે.


દિલ્હીમાં 105.41 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા 10 દિવસોથી સ્થિર છે અને છેલ્લે 6 એપ્રિલે પેટ્રોલ ડીઝલની કીંમતોમાં 80 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.