Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- હું સત્તાનો લાલચુ નથી, બળવાખોર MLAs શિવસેનાને તોડવા માંગે છે`
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે જેના કારણે મહાવિકાસ આઘાડી સરકારના પાયા હલી ગયા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત મોટો રાજકીય ભૂકંપ આવી ગયો છે જેના કારણે મહાવિકાસ આઘાડી સરકારના પાયા હલી ગયા છે. એકબાજુ બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથ સતત મજબૂત બની રહ્યું છે જ્યારે બીજીબાજુ એક એક કરીને બાકીના વિધાયકો પણ ઉદ્ધવ ઠાકરેથી અલગ થતા જોવા મળી રહ્યા છે. આમ છતાં શિવસેના પોતે મજબૂત હોવાનો દાવો કરી રહી છે. શિવસેના તરફથી 16 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગણી સાથે ડેપ્યુટી સ્પિકરને પત્ર મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ શિંદે પોતાને વિધાયક દળના નેતા ગણાવી રહ્યા છે. ગઈ કાલે શિવસેનાની થયેલી બેઠકમાં પાર્ટીના માત્ર 13 ધારાસભ્યો પહોંચ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં તેમના 55 ધારાસભ્યો છે. એટલે સ્પષ્ટ થાય છે કે બાકીના સભ્યોનો શિંદેને સાથ છે.
Latest Update:
હું સત્તાનો લાલચી નથી- ઉદ્ધવ ઠાકરે
સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સેના ભવનમાં હાજર જિલ્લા નેતાઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે હું સત્તાનો લાલચુ નથી. જે લોકો કહેતા હતા કે અમે મરી જઈશું પરંતુ શિવસેના ક્યારેય છોડીશું નહીં. આજે તેઓ ભાગી ગયા. બળવાખોર ધારાસભ્યો શિવસેનાને તોડવા માંગે છે જો તેમનામાં હિંમત હોય તો તેમણે બાળાસાહેબ અને શિવસેનાનું નામ લીધા વગર લોકો વચ્ચે જવું જોઈએ.
Maharashtra Political Crisis: શિવસેના ભંગાણના આરે, ઉદ્ધવ-રાઉતના આકરા પ્રહાર છતાં BJP મૌન કેમ?
Maharashtra Political Crisis: શું ઉદ્ધવ ઠાકરેને 'નારી શ્રાપ' નડ્યો? ચર્ચામાં છે આ બે મહિલાઓના નિવેદન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube