Maharashtra Crisis Live Updates: મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે મોટી જાહેરાત કરતા કહ્યું કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે અને ભાજપ તેમનું સમર્થન કરશે. ફડણવીસે કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વ વિરોધી પાર્ટીઓ સાથે જઈને સરકાર બનાવી હતી. જ્યારે ચૂંટણીમાં બહુમત ભાજપને મળી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરેના રાજીનામાં બાદ શિંદે જૂથ અને ભાજપે નવી સરકારની રચના કરી છે. ત્યારે મહારાષ્ટ્રને એકનાથ શિંદેના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં હવે શિંદે સરકાર
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમની સાથે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથ ગ્રહણની સાથે જ મહારાષ્ટ્રમાં બે અઠવાડિયાથી ચાલી રહેલા રાજકીય સંઘર્ષનો અંત આવ્યો છે. સરકારના અન્ય મંત્રીઓના શપથ ગ્રહણ 3 જુલાઈના થઈ શકે છે. બંને જૂથના 3-3 મંત્રીઓ શપથ લઇ શકે છે.


શિંદેને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા પાઠવી છે સાથે જ તેમણે ડેપ્યુટી સીએમ બનનનાર દેવેન્દ્ર ફડણવીસને પણ શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ શિંદેને જમીન સાથે જોડાયેલા નેતા ગણાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તે મહારાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઈ જશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube