Maharashtra Political Crisis: આવતી કાલે ઉદ્ધવ સરકારની `અગ્નિ પરીક્ષા`, શિંદે ફ્લોર ટેસ્ટમાં રહેશે હાજર
મહારાષ્ટ્રના આ રાજકીય ઘમાસાણની પળેપળની અપડેટ જાણો.....
મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું કહ્યું છે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ આદેશ આપ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સાંજે 5 વાગે ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો રહેશે. પળેપળની અપડેટ જાણો....
લેટેસ્ટ અપડેટ...
કાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈશું- એકનાથ શિંદે
ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું કે ગુવાહાટીમાં હાજર તમામ ધારાસભ્યો આવતી કાલે મુંબઈ જશે અને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે મંદિરમાં તેમણે મહારાષ્ટ્રના લોકો માટે પ્રાર્થના કરી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube