નવી દિલ્હીઃ Shiv Sena National Executive Meeting: મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે શનિવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા મોટા નેતા સામેલ થયા હતા. આ દરમિયાન ઘણા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સર્વસંમતિથી તમામ પાવર ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યા છે. તો બળવાખોરો પર કઠોર નિર્ણય લેવાનો પણ પ્રસ્તાવ પાસ થયો છે. આ સિવાય બળવાખોર ધારાસભ્યોના પરિવારના સભ્યો અને નજીકના લોકોને શિવસેનાના પદો પરથી હટાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિંદે સમૂહ વિરુદ્ધ શિવસેનાએ આક્રમક વલણ અપનાવતા ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને કહ્યું કે કોઈ અન્ય શિવસેના કે બાલાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે નહીં. મહત્વનું છે કે શિંદે સમૂહે નવી પાર્ટી બનાવી રહ્યું છે અને બાલાસાહેબ ઠાકરે તથા શિવસેનાનું નામ લેવા પર વિચાર કરી રહી છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉતે પણ એક પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારબાદ શિવસેના સામે દગો કરનાર વિરુદ્ધ કાર્યવાહીનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવ્યો.


શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ સંકલ્પ લેવામાં આવ્યા
- ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર કાર્યકારિણીને સંપૂર્ણ વિશ્વાસ. તમામ નિર્ણય લેવાનો અધિકાર પક્ષપ્રમુખ તરીકે ઠાકરે પાસે રહેશે. 
- શિવસેનાને દગો આપનારને માફી મળશે નહીં. શિવસેનાના જે કામ છે તે લોકો સુધી પહોંચાડવામાં આવશે. 
- શિવસેના અને બાલાસાહેબ ઠાકરેના નામનો કોઈ ઉપયોગ કરી શકે નહીં. 
- બળવાખોર ધારાસભ્યો જ્યાં સુધી માફી ન માંગે ત્યાં સુધી શિવસેના ભવનમાં પ્રવેશ નહીં કરી શકે. 


આ પણ વાંચો- Maharashtra Political Crisis: બળવાખોર ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકરની નોટિસ, 27 જૂન સુધીમાં આપવો પડશે જવાબ


બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયા
- શિવસેનામાં તમામ પ્રકારના નિર્ણય લેવાનો અધિકાર પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે પાસે રહેશે. 
- બાલાસાહેબ ઠાકરે અને શિવસેનાનું નામ કોઈપણ ઉપયોગ કરી શકશે નહીં.
- પાર્ટીના બળવાખોર સામે કાર્યવાહી કરવાનો અધિકાર પાર્ટી ચીફ પાસે હશે. 


તો શિવસેના ભવનમાં શિવ સૈનિકોને સંબોધિત કરતા ઠાકરેએ એકનાથ શિંદે પર મોટો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે શિંદેને અમે મોટી જવાબદારી આપી હતી. તે બાલાસાહેબના નામ પર મત માંગીને દેખાડે. શિવસેના બાલાસાહેબની હતી અને રહેશે. શિવસેના મરાઠી અસ્મિતા અને હિન્દુત્વ માટે લડતી રહેશે. હિંમત હોય તો ખુદના બાપના નામ પર મત માંગે. પહેલા તે નાથ હતા હવે દાસ થઈ ગયા છે. ઉદ્ધવે કહ્યુ કે બળવાખોરોને પહેલાં તેનો નિર્ણય લેવાદો પછી આપણે નિર્ણય કરીશું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube