મુંબઈ: મહારાષ્ટ્રથી અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે. આ સંકેત શિવસેનાના સાંસદ સંજય રાઉતે આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતની ખળભળાટ મચાવતી ટ્વીટ
સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે 'મહારાષ્ટ્રમાં હાલનો રાજકીય ઘટનાક્રમ વિધાનસભા ભંગ થવા તરફ જઈ રહ્યો છે.' વાત જાણે એમ છે કે શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેમનો દાવો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. હજુ પણ કેટલાક વિધાયકો શિંદે તરફ ઝૂકી શકે છે. 


અત્રે જણાવવાનું કે આ સમગ્ર મામલે અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે એકનાથ શિંદેને મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે અમારી સતત તેમની સાથે વાત થઈ રહી છે અને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ સાથે જ તેમણે કહ્યું કે અમારી પ્રતિષ્ઠા વધુ મહત્વની છે. વધુમાં વધુ અમારી સત્તા જશે પરંતુ પ્રતિષ્ઠા સૌથી ઉપર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube