મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે. ભાજપના સૂત્ર પ્રમાણે ઉદ્ધવ સરકાર વિરુદ્ધ ગમે ત્યારે અવિશ્વાસ પ્રસ્વાત આવી શકે છે. તો સમાચાર છે કે ઉદ્ધવ સરકારના તખ્તાપલટ બાદ ઉભી થનારી રાજકીય સ્થિતિ પર ભાજપે પૂરી તૈયારી કરી લીધી છે. શિંદુ જૂથના સમર્થન વગર પણ ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટમાં જો મહાવિકાસ અઘાડીની સરકાર પડી જાય તો મહારાષ્ટ્રની સત્તા પર ભાજપ કઈ રીતે કબજો કરશે, તેને લઈને રણનીતિ લગભગ નક્કી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસની પાસે સરકાર બનાવવાનો પૂરો પ્લાન તૈયાર છે. તે પણ ત્યારે જ્યારે શિંદે જૂથના 39 ધારાસભ્યો ગુવાહાટીમાં છે. 


આ પણ વાંચોઃ Mohammed Zubair Arrested: દિલ્હી પોલીસે મોહમંદ જુબૈરની કરી ધરપકડ, જાણો કયા મુદ્દે લીધી એક્શન


ભાજપનો દાવો અને રાજકીય ગણિત
મહારાષ્ટ્ર વિધાનસભામાં આ સમયે 287 ધારાસભ્યો છે. તેમાંથી જો શિવસેનાના બળવાખોર 39 ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં ગાયબ રહે તો ગૃહની સંખ્યા ઘટીને 248 થઈ જશે અને આવી સ્થિતિમાં બહુમત માટે 125 ધારાસભ્યોની જરૂર પડશે. ભાજપની પાસે 106 ધારાસભ્યો છે. સાથે તેના સમર્થનમાં સાત અપક્ષ અને અન્ય સભ્યો છે. ભાજપને વિશ્વાસ છે કે શિંદે જૂથના 11 અપક્ષ ધારાસભ્યો પણ તેની સાથે આવશે. આ સિવાય રાજ ઠાકરેની પાર્ટીના એક ધારાસભ્યનું પણ ભાજપને સમર્થન મળી જશે. 


ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલી?
બહુજન વિકાસ અઘાડીના ત્રણ ધારાસભ્યો પર પણ ભાજપનો દાવો છે. આ તમામને ભેગા કરી આંકડો 128 થાય છે, જે બહુમતના આંકડાથી વધુ છે. બીજીતરફ ભાજપના સૂત્ર પ્રમાણે મહાવિકાસ અઘાડીની સરકાર હવે અલ્પમતમાં છે. હકીકતમાં અઘાડી સરકારમાં હવે શિવસેના પાસે 16 ધારાસભ્યો બચ્યા છે. એનસીપીની પાસે 53 ધારાસભ્યો છે, પરંતુ અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં હોવાને કારણે આ સંખ્યા 51 થાય છે. કોંગ્રેસની પાસે 44 ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટીના 2 અને ત્રણ અપક્ષનું સમર્થન તેને મળ્યો તો પણ સંખ્યા 116 થાય છે, જે બહુમતથી દૂર છે. તેવામાં ઉદ્ધવ ઠાકરેનો માર્ગ મુશ્કેલ બનવાનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube