Sharad Pawar Latest News: શરદ પવાર વિશે કહેવાય છે કે તેમના રાજકારણને સમજવું ખુબ મુશ્કેલ છે. બળવો કરીને તેમના ભત્રીજા અજિત પવારે અલગ રસ્તો પકડ્યો અને હાલ એકનાથ શિંદે-ભાજપ સરકારમાં હિસ્સો બની ગયા છે. તેમણે જુલાઈના મહિનામાં શક્તિ પ્રદર્શન કરીને દેખાડી દીધુ કે એનસીપીના મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે પરંતુ નેતા તો શરદ પવાર જ છે. એ વાત અલગ છે કે શરદ પવાર કહે છે કે જેમને તેમના પર વિશ્વાસ નથી તેઓ તેમની તસવીરનો ઉપયોગ કરી શકે નહીં. જો કે સુપ્રીયા સુલેના નિવેદન કે જેમાં કહેવાયું કે અજિત પવાર નેતા છે, જેને લઈને એકવાર ફરીથી સસ્પેન્સ છવાયું કે શરદ પવાર કયા પ્રકારનું રાજકારણ ખેલી રહ્યા છે. હવે તેમણે પોતે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપીમાં કોઈ વિભાજન નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું શરદ પવારે? 
NCP સુપ્રીમોએ પોતાના ભત્રીજા અજિત પવાર સાથે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની વાતને ફગાવી દીધી. શરદ પવારનું કહેવું છે કે ફૂટની વાત ત્યારે આવે જ્યારે રાષ્ટ્રીય સ્તર પર એક મોટો ધડો પાર્ટી સાથે નાતો તોડી લે. કોઈ પણ પ્રકારની ફૂટ નથી. અજિત પવાર અમારા નેતા છે. એનસીપીમાં કોઈ પણ પ્રકારનો વેરવિખેર નથી. પાર્ટીમાં આખરે ફૂટ કેવી રીતે પડી? એ વાત સાચી છે કે કેટલાક નેતાઓએ અલગ વલણ અપનાવ્યું છે પરંતુ તેને તમે ફૂટ માની શકો નહીં. લોકતંત્રમાં દરેકને નિર્ણય લેવાનો અધિકાર હોઈ શકે છે. 


સુપ્રીયા સુલેએ પણ આપ્યું હતું નિવેદન
આ અગાઉ શરદ પવારની પુત્રી સુપ્રીયા સુલેએ પણ હાલમાં જ કહ્યું હતું કે એનસીપીમાં કોઈ તૂટ નથી. અજિત પવારે બસ અલગ પગલું ભર્યું છે. સુલેએ કહ્યું હતું કે ડેપ્યુટી સીએમ અજિત પવાર એનસીપીના વરિષ્ઠ નેતા છે. સુપ્રીયા સુલેએ એમ પણ કહ્યું કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ છે અે જયંત પાટીલ એનસીપી મહારાષ્ટ્રના અધ્યક્ષ છે. પુણેમાં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચેલા સુપ્રીયા સુલેએ કહ્યું હતું કે એનસીપીમાં કોઈ તૂટ નથી, બસ અમારી પાર્ટીના કેટલાક નેતાઓએ અલગ સ્ટેન્ડ લીધુ છે. અમે તે અંગે ફરિયાદ કરી છે. 


જે ડરી ગયા એ ભાજપ સાથે ગયા
અત્રે જણાવવાનું કે આ અગાઉ પુણેમાં 20 ઓગસ્ટના રોજ શરદ પવારે કહ્યું હતું કે કેટલાક નેતાઓએ પાલો બદલીને અજિત પવારની સાથે જવાનો નિર્ણય લીધો જેમના વિરુદ્ધ ઈડી તપાસ કરી રહ્યું હતું. આ એ લોકો છે જે ઈડીની તપાસનો સામનો કરવા માંગતા નથી. એટલું જ નહીં કેટલાક નેતાઓ જે મહારાષ્ટ્ર સરકારમાં ભાગ છે તેણે તર્ક રજૂ કર્યો કે વિકાસના મુદ્દા પર તેમનું ભાજપને સમર્થન છે. આ સાથે અનિલ દેશમુખનું નામ લઈને કહ્યું કે તેમના જેવા લોકો પણ છે જેમણે ડરવાનું કબૂલ કર્યું નહીં અને જેલમાં જવાનું સ્વીકાર્યું. તેમને પોતાને પણ તપાસથી બચવા માટે ભાજપના પક્ષમાં બોલવાનું કહેવાયું હતું. તેમણે કોઈ પ્રકારનો ગુનો કર્યો નથી આથી તેઓ પોતાની વિચારધારા સાથે જોડાયેલા છે. 


 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube