'મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની ખુરશી ખતરામાં છે.' શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ આ દાવો કર્યો છે. અજિત પવાર એનસીપીના અન્ય ધારાસભ્યો સાથે મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા પછી અને કેબિનેટમાં ફેરબદલની વાતો વચ્ચે, આદિત્ય ઠાકરેના દાવાએ રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિત્યએ કહ્યું, "મેં સાંભળ્યું છે કે સીએમ (એકનાથ શિંદે)ને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે અને (સરકારમાં) ફેરફાર થઈ શકે છે." જો કે, શિંદેએ એનસીપીના નેતાઓને સામેલ કરવા પર શિવસેનામાં બળવો થવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેમના પદ પર કોઈ ખતરો નથી.


નવા મુખ્ય પ્રધાન વિશેની અટકળોને નકારી કાઢતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે વિપક્ષ જાણી જોઈને ભ્રમ પેદા કરી રહ્યો છે, શિંદે મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે. શિવસેનાના નેતા ઉદય સામંતે કહ્યું, "અમે રાજીનામું આપવાના નથી પરંતુ લઈ રહ્યા છીએ... આ બધું શિંદેને બદનામ કરવા માટે કરવામાં આવી રહ્યું છે."


કેબિનેટ વિસ્તરણ
સરકારની રચનાના એક વર્ષ પછી, શિંદે-ફડણવીસ આગામી સપ્તાહે તેનું બીજું કેબિનેટ વિસ્તરણ કરે તેવી અપેક્ષા છે. શિંદેએ શુક્રવારે સતત બીજા દિવસે ફડણવીસ સાથે બેઠક યોજી હતી. ગઠબંધનમાં મતભેદ હોવાના અહેવાલો વચ્ચે સત્તાની વહેંચણી અંગે ચર્ચા કરવા ગુરુવારે બંને વચ્ચે મોડી રાત્રે બેઠક થઈ હતી.


શાહી પરિવારમાં જન્મ, છતાં આત્મબળે ઊભી કરી સ્ટાર્ટઅપ કંપની, માતાનું છે ગુજરાત કનેક્શન


ભારતના 8 ધનિક રાજ્યો, જ્યાં પૈસાની ઉડે છે છોળો, જાણો ગુજરાત ટોપ 8માં કયા નંબરે છે


મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી


અજિત પવાર હાલમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી છે. રવિવારે અજિત પવાર એનસીપીથી અલગ થઈને શિવસેના-ભાજપ ગઠબંધનમાં જોડાયા અને પાંચમી વખત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પાછળથી, શિવસેના (UBT) જૂથના સંજય રાઉતે જાહેરાત કરી કે શિંદેના જૂથના લગભગ 20 ધારાસભ્યો અજીતના બળવા પછીથી તેમની પાર્ટીના સંપર્કમાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube