મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સીએમ પદના પ્રબળ દાવેદાર ગણાતા કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે સરન્ડર કરવાના મોડમાં કહી ચૂક્યા છે કે મુખ્યમંત્રી પદ પર પીએમ મોદી અને અમિત શાહનો કોઈ પણ નિર્ણય સ્વીકાર્ય રહેશે. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે શુક્રવારે એવા સમાચાર આવ્યા છે કે અમિત શાહની સાથે ગુરુવારે થયેલી બેઠકમાં એકનાથ શિંદેને એવો સંકેત આપવામાં આવ્યો છે કે સીએમ દેવેન્દ્ર ફડણવીસ જ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ફસાયો હતો પેચ?
એકનાથ શિંદે શરૂઆતમાં ડેપ્યુટી સીએમ પદ માટે રાજી નહતા. પરંતુ ત્યારબાદ તેમનું વલણ નરમ થયું. શિંદે પોતાની પાસે ગૃહ મંત્રાલય રાખવા માંગે છે. આજે મુંબઈમાં સાંજે મહાયુતિના ત્રણેય નેતાઓની બેઠક થશે. વિધાયક દળના નેતા પસંદ કરવા માટે ભાજપ વિધાયકોની કાલે  બેઠક થઈ શકે છે. બાદમાં મહાયુતિની એક બેઠક દિલ્હીમાં પણ થવાની શક્યતા છે. 


શિંદેને જ કેમ બનાવવા માંગે છે ડેપ્યુટી સીએમ?
મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી સમજનારાના જણાવ્યાં મુજબ પ્રદશની જનતા સામે એક્તા અને પરસ્પર એકજૂથતાનો સંદેશ આપવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના ડેપ્યુટી સીએમ તરીકે શિંદેને જ પોતાની સરકારની કોર ટીમમાં સામેલ કરવા માંગે છે. જો કે શિવસેનાના નેતા કહી ચૂક્યા છે કે પીએમ મોદી અને શાહની પસંદનું તેઓ પાલન કરશે. 


ભાજપ એ પણ ઈચ્છે છે કે મહાવિકાસ આઘાડીવાળા આ મહત્વના મુદ્દા પર કોઈ નવો બખેડો ઊભો ન કરી શકે, આથી શિંદેને તેમની જ સહમતિના હવાલેથી ડેપ્યુટી સીએમ બનાવવા પર પૂરેપૂરો ભાર અપાઈ રહ્યો છે. આ નિર્ણયને લઈને એક અન્ય સૂત્રનું માનવું છે કે શિંદે જો સગા ભાઈની જેમ રહેશે તો ભાજપને અજીત પવાર તરફ વારંવાર તાકવાની જરૂર નહીં પડે.