મુંબઈઃ Uddhav Thackeray Dussehra Rally: દશેરા પર શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં રેલી કરી. મેદાનમાં હાજર લોકોને સંબોધિત કરતા પૂર્વ મુખ્મયંત્રીએ એકનાથ શિંદે અને ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ભાજપે મારી પીઠમાં ખંજર ભોંક્યું અને તેને પાઠ ભણાવવા માટે મેં કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું અમારી વાર્ષિક પરંપરા અનુસાર રાવણ દહન સમારોહ થશે, પરંતુ આ વર્ષનો રાવણ અલગ છે. સમયની સાથે રાવણ પણ બદલી જાય છે. તે અત્યાર સુધી 10 માથાવાળો હતો.. તેની પાસે કેટલા માથા છે? તે 50 ગણો વધુ વિશ્વાસઘાતી છે. 


તેમણે કહ્યું, મને માત્ર એકવાર ખરાબ લાગી અને ગુસ્સો આવે છે કે જ્યારે મને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યારે જે લોકોને મેં (રાજ્ય) ની જવાબદારી આપી, તે કટપ્પા બની ગયા અને છેતરપિંડી કરી. તે મને છેતરી રહ્યાં છે અને વિચારી રહ્યાં હતા કે હું હોસ્પિટલમાં ક્યારેય પરત નહીં ફરૂ.


મુખ્યમંત્રીએ શિંદેને આપ્યો જવાબ
તો મુખ્યમંત્રી શિંદેએ પણ દશેરાના તહેવાર પર એક રેલીને સંબોધિત કરી અને પૂર્વ મુખ્યમંત્રીને જવાબ આપ્યો. તેમણે કહ્યું- તે મને કટપ્પા કહે છે. હું તમને જણાવુ છું કે કટપ્પામાં પણ સ્વાભિમાન હતું, તમારા જેવો બેવડો માપદંડ નહોતો. મુખ્યમંત્રીએ કહ્યું, આ તમારી (ઉદ્ધવ ઠાકરે) પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. શિવસેના તે શિવસૈનિકોની છે, જેણે તેના માટે પોતાનો પરસેવો વહાવ્યો છે. તમારા જેવા લોકો માટે નહીં, જેણે પાર્ટનરશિપ કરી અને તેને વેચી દીધી. 


આ પણ વાંચોઃ Dussehra 2022: દેશભરમાં દશેરાનો જશ્ન, અનેક શહેરોમાં રાવણનું દહન કરવામાં આવ્યું


એકનાથ શિંદેએ કહ્યું કે તમને (ઉદ્ધવ ઠાકરે) ન્યાયાલયમાં જઈને શિવાજી પાર્ક તો મળી ગયું, પરંતુ અસલી શિવસેનાના વારસ અમે છીએ. એકનાથ શિંદેએ કહ્યુ કે મેં પહેલા પણ કહ્યું હતું કે હું રાજ્યનો મુખ્યમંત્રી છું, મેદાન આપવાના મામલામાં મારો કોઈ હસ્તક્ષેપ નથી. અમે પહેલા અરજી કરી હતી. મેદાન અમને મળી શકતું હતું, પરંતુ કાયદો વ્યવસ્થા બનાવી રાખવી મારૂ કામ હતું. 


બાલા સાહેબ ઠાકરેના વિચાર અમારી સાથે
એકનાથ શિંદેએ કહ્યું કે મેદાન અમને ભલે ન મળ્યું, પરંતુ શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના વિચાર અમારી સાથે છે. શિંદેએ રેલીમાં હાજર શિવસૈનિકોને કહ્યું કે બાલા સાહેબના વિચારોનું તમે સમર્થન કર્યું. અમે શિવસેના બચાવવા માટે, બાલા સાહેબના વિચારો માટે, શિવસેનાને બચાવવા માટે આ પગલું ભર્યું. અમને રાજ્યના લોકોનું સમર્થન મળી રહ્યું છે. ઠાકરેએ કહ્યું કે દરેક વર્ગના લોકો અમારૂ સમર્થન કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube