Maharashtra Floor Test: એકનાથ શિંદેની નેતૃત્વવાળી મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન બહુમતનો આંકડો પાર કરી લીધો છે. એકનાથ શિંદેને પોતાના પક્ષ તરફી 164 મત મળ્યા છે. હવે વિપક્ષી બેન્ચથી વિશ્વાસ મતની વિરુદ્ધ મતની ગણતરી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકનાથ શિંદે સરકારે વિશ્વાસ મત પ્રસ્તાવ દરમિયાન બહુમત સાબિત કરી દીધુ છે. વિધાનસભામાં 164 ધારાસભ્યોએ તેનુ સમર્થન કર્યુ છે. સ્પીકરનો વોટ કાઉન્ટ કરવામાં આવ્યો નથી, નહિ તો આ આંકડો 164 થઈ જાત. હવે વિરોધમાં વોટિંગ શરૂ થઈ છે. જોકે, નવા બાગી સંતોષ બાંગરે પણ શિંદે સરકારના સમર્થનમાં વોટ કર્યો છે. તો કોંગ્રેસના 5 ધારાસભ્ય ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર રહ્યાં.


આ પણ વાંચો : ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્લાન ભાજપનો નહિ, પણ કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે


એકનાથ શિંદેને વિધાનસભામાં બહુમત માટે 145 ના આંકડાની જરૂર હતી, તે માટે 145 ધારાસભ્યો સાથે આવે તે જરૂરી હતી. પરંતુ તેમને તે કરતા વધુનુ સમર્થન મળ્યુ છે. એકનાથ શિંદેને 164 વોટ મળ્યા છે. તો વિપક્ષને માત્ર 99 વોટ મળ્યા છે. શિંદે સરકારે રવિવારે થયેલા વિધાનસભા સ્પીકરના ઈલેક્શનમાં મળેલા સમર્થનના આંકડાને એકવાર ફરીથી પાર કરી લીધો છે. 


શિંદે સરકારે 164 વોટની સાથે બહુમત સિદ્ધ કર્યુ છે. આજે વધુ બે ધારાસભ્યો શિંદે સરકારના સમર્થનમાં આવ્યા છે. જેમાં શ્યામસુંદર શિંદે અને સંતોષ બાંગરનુ નામ સામેલ છે. તો મહાવિકાસ અઘાડીના બે મોટા મંત્રી અશોક ચવ્હાણ અને વિજય વડેટ્ટીવાર સમયસર વિધાનસભા ન પહોંચી શકવાને કારણે વોટિંગ કરી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, શિંદેની નેતૃત્વવાળી સરકારે 31 મહિના જૂના મહાવિકાસ અઘાડી સરકારને પાડી નાંખી છે. તેમણએ 30 જૂનના રોજ શપથ ગ્રહણ કર્યા હતા અને આજે બહુમત સાબિત કર્યુ છે. 


ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube