ભાજપને ઝટકા પર ઝટકા! હવે શું આ રાજ્યમાં સરકાર બદલાશે? દિગ્ગજ નેતાનો મોટો દાવો
આ દિગ્ગજ નેતાએ કહ્યું કે તમે ચાર છ મહિના રાજ જુઓ. હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. જ્યાં સુધી આ સરકાર નહીં બદલાય, અમે ખેડૂતો માટે જે નીતિઓ ઈચ્છીએ છીએ તે લાગૂ કરી શકીશું નહીં. જ્યારે સરકાર બદલાશે ત્યારે અમે ખેડૂતો માટે કામ કરીશું.
દેશમાં હાલમાં જ લોકસભા ચૂંટણી યોજાઈ ગઈ અને તેમાં ઈન્ડિયા ગઠબંધને ભાજપના નેતૃત્વવાળા એનડીએ માટે મોટો પડકાર પણ ઊભો કર્યો. એનડીએને બહુમત મળી ગયું પરંતુ ઈન્ડિયા ગઠબંધને પણ 235 સીટો મેળવી. મહારાષ્ટ્રમાં પણ વિપક્ષી ગઠબંધને શાનદાર પ્રદર્શન કર્યું. આ બધા વચ્ચે 48માંથી 41 સીટો મેળવી લીધી. લોકસભા ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રના રાજકારણના બે મોટા નેતા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડ્યો. જો કે ચૂંટણી પરિણામો તેમના પક્ષમાં આવવાથી ખુબ ખુશ છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં એનડીએને હરાવવાના સપના પણ જોઈ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે પોતાની પાર્ટીઓના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવાના આદેશ આપી દીધા છે. શરદ પવારે તો જનતા વચ્ચે જવાનું પણ શરૂ કરી દીધુ છે. પવારે અલગ અલગ ગામડાઓમાં ખેડૂતો અને ગ્રામીણો સાથે બેઠકો શરૂ કરી દીધી છે. આ બધા વચ્ચે શરદ પવારે ખેડૂતો અને ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે ચાર છ મહિના રાહ જુઓ, હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. ખેડૂતોની સમસ્યાઓના સમાધાન માટે બધાએ રસ્તાઓ પર ઉતરવું પડશે.
શરદ પવારે પુરંદર તાલુકાના કોલવિહિરામાં દુષ્કાળ પ્રભાવિત ખેડૂતો સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમે ચાર છ મહિના રાજ જુઓ. હું રાજ્યમાં સરકાર બદલવા માંગુ છું. જ્યાં સુધી આ સરકાર નહીં બદલાય, અમે ખેડૂતો માટે જે નીતિઓ ઈચ્છીએ છીએ તે લાગૂ કરી શકીશું નહીં. જ્યારે સરકાર બદલાશે ત્યારે અમે ખેડૂતો માટે કામ કરીશું.
પવારે કહ્યું કે તેમને નથી લાગતું કે હાલની શિવસેના ભાજપ-એસીપીની સરકાર આ સમસ્યાઓને સમજે છે. વિધાનસભા ચૂંટણીઓ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે જો અમારી માંગણીઓ પર ધ્યાન ન આપવામાં આવ્યું તો આગામી ચારથી છ મહિનામાં નીતિ નિર્માણનો હક અમને સોંપી દેવો જોઈએ.