મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર  ફડણવીસ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ શિવસેનાનું ગઠબંધન છે. જેમાં  ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ZEE NEWSના એડિટર સુધીર ચૌધરી સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની એક્સક્લુઝિવ વાતચીત. ફડણવીસે મહારાષ્ટ્ર ચૂંટણીના અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી. ઈન્ટરવ્યુંના કેટલાક અંશ અહીં રજુ કર્યા છે. આખા ઈન્ટરવ્યું માટે ખાસ જુઓ વીડિયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ. ગત વખતે ચૂંટણી પહેલા તમારો એક ઈન્ટરવ્યું મે કર્યો હતો. તે સમયે મેં તમને પૂછ્યું હતું કે શું અમે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરી રહ્યાં છીએ? ત્યારે તો એ નક્કી નહતું કે તમે જ મુખ્યમંત્રી બનશો કે નહીં પરંતુ આ વખતે હું શરૂઆત અહીંથી કરું છું. શું આ વખતે પણ અમે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરીએ છીએ?
જવાબ: શું તમારા મનમાં કોઈ શક છે? પીએમ મોદી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજીએ બિલકુલ જાહેરાત કરી દીધી છે અને ભાજપ-શિવસેનાનું જે ગઠબંધન છે તે એક અપ્રત્યાશિત જીત મહારાષ્ટ્રમાં મેળવવા જઈ રહ્યું છે. તેમાં મહારાષ્ટ્રમાં તો કોઈને કોઈ શંકા નથી. મને લાગે છે કે તમને પણ ન હોવી જોઈએ. 


સવાલ: આગામી સવાલ મારો તમને એ છે કે અનેક લોકો કહી  રહ્યાં છે કે કેન્દ્રમાં મોદીજીએ અને અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી અને જે બાકી કામ કર્યાં તે ઓલરેડી તમારા માટે ગ્રાઉન્ડ વર્ક કરી દીધુ કે આ વખતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર વધુ અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભાર ઓછો મૂકાઈને ચૂંટણી લડાઈ રહી છે. એટલે કે તમારા માટે તેમણે જમીન પહેલેથી જ તૈયાર કરી દીધી છે. તમને લાગે છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર આ વખતે તમને બહુ મદદ મળવાની છે. મોદીજીની જે છબી છે તેનાથી તમારું 70-80 ટકા કામ તો આમ જ થઈ ગયું. 
જવાબ: જી બિલકુલ, એક વાત તો સ્પષ્ટ છે કે અમારા નેતા મોદીજીની જે છબી છે તે છબીનો ફાયદો મહારાષ્ટ્રમાં અમને 2014માં મળ્યો અને હવે 2019માં પણ મળશે. એ વાત પણ સાચી છે કે 370નો ઐતિહાસિક નિર્ણય જે મોદીજીએ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહજીએ કે જેઓ દેશના ગૃહ મંત્રી પણ છે તેમણે લીધો છે. હું એવું માનું છું કે તેનાથી દેશના અને મહારાષ્ટ્રના લોકોમાં એક એવી ભાવના પેદા થઈ કે કોઈ જો આ દેશને આગળ લઈ જઈ શકે તો આ જ લોકો લઈ જઈ શકે છે. તેનો ફાયદો જરૂર થશે પરંતુ ભારતની ચૂંટણીમાં જો તમે અમારું ભાષણ સાંભળશો તો 30 મિનિટમાંથી 26 મિનિટ અમે વિકાસ પર બોલીએ છીએ. શું કર્યું છે, તેના પર વાત કરીએ છીએ. 4 મિનિટ જરૂર અમે 370 પર બોલીએ છીએ અને કેમ ન બોલીએ. દેશમાં આટલો મહત્વનો નિર્ણય લેવાયો. દેશમાં રાષ્ટ્રવાદની ભાવના આ રીતે જ તૈયાર થઈ છે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ 370 હટાવવાનો વિરોધ કર્યો. 


આખો ઈન્ટરવ્યું જોવા માટે જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...