નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં લાઉડસ્પીકર વિવાદ ઉથલપાથલ મચાવી રહ્યો છે. લાઉડસ્પીકર દ્વારા અઝાનનો વિવાદ વધી રહ્યો છે. અલ્ટીમેટમનો સમય પૂરો થયા બાદ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારોમાં અનેક જગ્યાએ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કર્યાનો મામલો સામે આવ્યો છે. નેરુલમાં મનસેના કાર્યકરોએ મસ્જિદ બહાર હનુમાન ચાલીસા વાંચ્યા. આ બધા વચ્ચે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરી સાધ્યું નિશાન
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો જૂનો વીડિયો શેર કરીને શિવસેના અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. આ વીડિયોમાં બાળ ઠાકરે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો અમે મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવીશું. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેનમાર્કના મહારાણી માર્ગારેટ દ્વિતીયને મળ્યા, જુઓ Photos


Covid-19 XE Variant: ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ XE ની એન્ટ્રી, જાણો તેના લક્ષણો 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube