Assam Floods: શિવસેનાના બળવાખોર MLAs એ લીધો મોટો નિર્ણય, અસમ પૂર પીડિતો માટે 51 લાખ રૂપિયા દાન આપ્યું
Assam floods update: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેનારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં છે.
Assam floods update: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દેનારા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં છે. તેમણે અસમમાં પૂર રાહત કાર્યો માટે 51 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અત્રે જણાવવાનું કે છેલ્લા એક અઠવાડિયાથી શિવસેનાના આ બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં ડેરો જમાવીને બેઠા છે. શિવસેનાના મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં આ વિધાયકોએ બળવો પોકાર્યો છે.
51 લાખ રૂપિયાનું દાન
અસમના મોટાભાગના વિસ્તારોમાં પૂર વચ્ચે ગુવાહાટીની લક્ઝરી હોટલમાં રોકાણ અંગેની આકરી આલોચના ઝેલી રહેલા બળવાખોર ધારાસભ્યોના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે પૂર રાહત કાર્યમાં અમારા યોગદાન તરીકે શિંદેએ અસમ મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયા દાન કર્યા છે. અમે અહીંના લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરી શકીએ નહીં. એકનાથ શિંદેએ પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube