મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં વિકેન્ડ લોકડાઉન પણ બેઅસર જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના સૌથી વધુ 68631 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 503 દર્દીઓના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર-નાગપુરમાં મળ્યા સૌથી વધુ કેસ
સૌથી વધુ કેસ માયાનગરી મુંબઈમાં મળ્યા છે. અહીં એક જ દિવસમાં 8479 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે સંક્રમણથી 53 લોકોના મોત થયા છે. આ સાથે જ શહેરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની કુલ સંખ્યા 87698 પર પહોંચી ગઈ છે. જ્યારે મોતનો આંકડો પણ 12347 થયો છે. આ બાજુ નાગપુરમાં રવિવારે કોરોનાથી વધુ 85 લોકોના મોત થયા છે. નવા કેસ મળીને નાગપુરમાં સંક્રમિતોની કુલ સંખ્યા 3,23,106 થઈ ગઈ છે. શહેરમાં હાલ 69243 એક્ટિવ કેસ છે. 


હજુ પણ રાજ્યમાં 6.70 લાખ એક્ટિવ કેસ
સમગ્ર મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં હજુ પણ 6 લાખ 70 હજાર 388 દર્દીઓ હોસ્પિટલમાં અને હોમ ક્વોરન્ટિનમાં રહીને કોરોના સામે લડત લડી રહ્યા છે. જો કે રાહતના સમાચાર  એ છે કે રવિવારે 45654 દર્દીઓ કોરોના સામે જંગ જીતીને સાજા થયા . મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલિપ વલસે પાટિલે કોવિડ-19ના પ્રસારને રોકવા માટે લાગુ કરાયેલા પ્રતિબંધોનો ભંગ કરનારાને રવિવારે ચેતવણી પણ ઉચ્ચારી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોવિડ-19ના વધતા કેસ પર રોક લગાવવા માટે કર્ફ્યૂ આદેશ અને પ્રતિબંધોનું પાલન થવું જોઈએ. આદેશોનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 


Viral: કોરોનાકાળમાં દર્દીની સારવાર કરવાની જગ્યાએ ગાળો ભાંડવા લાગ્યા ડોક્ટર, Video જોઈને હચમચી જશો


કોરોનાનો ખાતમો હવે નજીક!, બજારમાં આવી ગઈ એવી દવા...4 દિવસમાં વાયરસને પછાડવાનો દાવો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube