Maharashtra માં તૂટ્યો 6 મહિનાનો રેકોર્ડ, કોરોનાના 25,833 નવા કેસ, 58ના મૃત્યુ
મહારાષ્ટ્રમાં આ વર્ષે સતત બીજા દિવસે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુરૂવારે રાજ્યમાં કોરોનાના નવા 25833 દર્દીઓ સામે આવ્યા જ્યારે 58 લોકોના મૃત્યુ થયા છે.
મુંબઈઃ પાછલા વર્ષે તબાહી મચાવ્યા બાદ હવે કોરોના વાયરસ (Corona Virus in Maharashtra) ફરી ગતિ પકડી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે સતત બીજા દિવસે 20 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ગુરૂવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 25,833 નવા દર્દી મળ્યા છે, જ્યારે 58 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસ 25,96,340 થઈ ગયા છે. અત્યાર સુધી 53,138 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.
કોરોના બેકાબૂ, આકરા પગલા ફરશે સીએમ ઠાકરે?
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કાલે 23,179 નવા કેસ સામે આવ્યા હતા અને 84 લોકોના મૃત્યુ થયા હતા. કોરોનાના ઝડપથી વધી રહેલા નવા કેસે રાજ્ય સરકાર સામે મોટો પડકાર ઉભો કરી દીધો છે. એક દિવસ પહેલા પ્રધાનમંત્રીની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackerey) એ વિશ્વાસ અપાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ફેલાઈ રહેલા કોરોનાને રોકવા માટે પાછલા વર્ષની જેમ આકરા પગલા ભરવામાં આવે. તેવામાં જોવાનું તે રહેશે કે કોરોનાની બેકાબૂ થતી લહેર પર મુખ્યમંત્રી કઈ રીતે કાબુ કરે છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસની પાસે ન કોઈ નેતા, ન નીતિ અને ન કોઈ વિચારધારા છે, અસમની રેલીમાં બોલ્યા પીએમ મોદી
બીએમસીએ વધાર્યું ટ્રેસિંગ, 1 પર 20ની શોધ
મહાનગરમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ગંભીરતાથી લેતા તેને નિયંત્રિત કરવા માટે બીએમસીએ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર આપવાનું શરૂ કરી દીધું છે. તે માટે હવે એક નવો પ્રોટોકોલ બનાવતા કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી બીએમસી કોન્ટેક્ટ ટ્રેસિંગમાં કોરોના સંક્રમિતોના પરિવારજનો અને પાડોશીઓને ટ્રેસ કરતી હતી. તેનો વધારતા સંબંધીઓ, મિત્રો અને સહયોગી કર્મચારીઓને ટ્રેસ કરી તેને ક્વોરેન્ટીન કરશે. બીએમસીના એડિશનલ કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યુ, 'કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારીને હવે એક દર્દીના સંપર્કમાં આવેલા 20થી વધુ લોકોને ટ્રેસ કરવામાં આવશે. આ પહેલા 15 દર્દીઓને ટ્રેસ કરવામાં આવતા હતા. હવે નવા પ્રોટોકોલમાં સંક્રમિતોના સંબંધી, મિત્રો સિવાય ઓફિસના સહયોગી કર્મચારીઓનું ટ્રેસિંગ કરી તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે. તેમને પણ કોવિડના નિયમો પ્રમાણે ક્વોરેન્ટીન કરવામાં આવશે.'
આ પણ વાંચોઃ West Bengal election: ભાજપે 148 ઉમેદવારોની યાદી જાહેર કરી, મુકુલ રોય અને તેમના પુત્રને પણ મળી ટિકિટ
ઉદ્ધવ ઠાકરેની માંગ, વધુમાં વધુ વેક્સિન સેન્ટર ખોલવામાં આવે
પ્રધાનમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ઠાકરેએ તે પણ માંગ કરી કે વધુમાં વધુ વેક્સિનેશન સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવે, જેથી રસીકરણનું કામ ઝડપથી થઈ શકે. હાફકિન ઇન્સ્ટિટ્યૂટને કોરોના વેક્સિનના ઉત્પાદનની મંજૂરી આપવાની માંગ પણ ઠાકરેએ પ્રધાનમંત્રી સામે કરી હતી. મુખ્યમંત્રીની માંગ પર પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં જે-જે રાજ્યમાં વેક્સિન ઉત્પાદન કરનારી સંસ્થાઓ છે, તે બધાને પ્રોત્સાહન અને સમર્થન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને રાજ્યમાં કોરોના વાયરસ માટે કરવામાં આવતા ઉપાયો અને વેક્સિનેશન કાર્યક્રમની પણ વિસ્તારથી જાણકારી આપી જેના પર પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube