મુંબઈઃ મહારાષ્ટ્રને કોરોનાનો સૌથી વધુ માર પડ્યો છે. આજે રાજ્યમાં વર્ષ 2021ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો પોઝિટિવ આવ્યા અને 84 લોકોના મૃત્યુ થયા છે. આજે 9138 લોકો સારવાર બાદ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 91.26 ટકા છે. હાલ 6,71,620 લોકો હોમ ક્વોરેન્ટીન છે. રાજ્યમાં 1 લાખ 52 હજાર 760 એક્ટિવ કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ફરી ડરાવી રહ્યો છે કોરોના
મહારાષ્ટ્રમાં નવા કેસની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધવાને કારણે અનેક શહેરોમાં લૉકડાઉન અને કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 23 લાખ 70 હજાર 507 થઈ ગઈ છે. તો કોરોનાથી અત્યાર સુધી 53080 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે કોરોનાના 3370 કેસ સામે આવ્યા છે અને 16 લોકોના મૃત્યુ થયા છે. કુલ કેસ 1,78,756 થઈ ગયા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube