Corona: લૉકડાઉનની આશંકા વચ્ચે મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર, સતત ત્રીજા દિવસે કેસમાં ઘટાડો
Corona virus in maharashtra: મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 4758 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહાનગરમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસ થઈ ચુક્યો છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ (Corona virus in maharashtra) દિવસે-દિવસે ખરાબ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27,918 કોરોના કેસ સામે આવ્યા છે, જ્યારે 139 લોકોના મોત થયા છે. આંકડા પ્રમાણે જોવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટ્યા છે. રાજ્યમાં 30 માર્ચે 27,918 કેસ, 29 માર્ચે 31,643 કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
તો મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસથી સંક્રમિત 4758 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મહાનગરમાં કોરોના સંક્રમણનો ડબલિંગ રેટ 50 દિવસ થઈ ચુક્યો છે. કોરોનાની સ્થિતિ જોતા સીલ કરનારી ઈમારતોની સંખ્યા વધીને 600થી વધુ થઈ ચુકી છે. મુંબઈમાં અત્યાર સુધી 602 ઇમારતોને સીલ કરવામાં આવી છે.
West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ
દેશમાં છેલ્લા 24 કલાકમં 56 હજાર કેસ
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 56,211 નવા કેસ સામે આવ્યા છે અને 271 લોકોના મોત થયા છે. આ દરમિયાન 37028 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દિલ્હીમાં આજે કોરોનાના નવા 992 કેસ સામે આવ્યા છે અને 4 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ 660611 છે અને અત્યાર સુધી 11016 લોકોના મૃત્યુ થયા છે.
ભારતમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં યૂકેના 807 સ્ટ્રેન, આફ્રિકાના 47 સ્ટ્રેન અને બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ મળ્યો છે. આમ દેશમાં નવા સ્ટ્રેનના કુલ 855 કેસ સામે આવ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube