મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરનો કહેર જારી છે. શનિવારે એક વાર ફરી અહીં 35 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, તો 166 લોકોના મૃત્યુ થયા છે. પાછલા વર્ષે ઓક્ટોબર બાદ એક દિવસમાં સૌથી વધુ મોત થયા છે. મુંબઈમાં પણ છેલ્લા 24 કલાકમાં છ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સર્વાધિક કોરોના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં 35 હજાર 726 લોકો કોરોનાથી સંક્રમિત થયા. ત્યારબાદ દર્દીઓની કુલ સંખ્યા વધીને 26 લાખ 73 હજાર 461 થઈ ગયા છે. 24 કલાકમાં 166 દર્દીઓના મૃત્યુ બાદ મૃત્યુઆંક વધીને 54,073 થઈ ગયા છે. 24 કલાકમાં રાજ્યમાં 14523 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી કુલ  23,14,579 લોકો અહીં કોરોનાને માત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણ લાખને પાર ચાલી ગઈ છે. અહીં દેશમાં સર્વાધિક  3,03,475 એક્ટિવ કેસ છે. 


મુંબઈની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં 6123 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. દેશની આર્થિક રાજધાનીમાં અત્યાર સુધી કુલ 3,91,751 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. 


આ પણ વાંચોઃ Punjab ના મલોટમાં કિસાનોએ ભાજપના ધારાસભ્યને માર્યા, કપડા ફાડ્યા, કાળી શાહી ફેંકી કર્યો વિરોધ


કોરોના વાયરસના મામલામાં હાલમાં થયેલા વધારા પર કાબૂ કરવા માટે સંઘર્ષ કરી રહેલા મહારાષ્ટ્ર સરકારે રાજકીય અને ધાર્મિક સહિત તમામ પ્રકારની સભાઓના આયોજન પર પૂર્ણ પ્રતિબંધની શનિવારે જાહેરાત કરી. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું કે, રેસ્ટોરન્ટ, ઉદ્યાન, મોલ રાત્રે 8 કલાકથી 7 કસાક સુધી બંધ રહેશે. આદેશમાં તે પણ કહેવામાં આવ્યું કે, લોકોને રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક દરમિયાન સમુદ્ર કિનારે જવાની મંજૂરી હશે નહીં, ડ્રામા થિએટર પણ શનિવારે રાત્રથી બંધ રહેશે. આ આદેશ શનિવારે મધ્યરાત્રીથી લાગૂ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube